Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

બાળકો માટે પુસ્તકના જ્ઞાન ઉપરાંત સર્વાંગી વિકાસ જરૂરીઃ નરહરી અમીન

હીરામણી શાળામાં આનંદ મેળા પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યક્ષે વ્યકત કર્યો ભાવ

રાજકોટ, તા., ૨૧: અમદાવાદની જાણીતી શૈક્ષણીક સંસ્થા હીરામણી શિક્ષણ સંકુલમાં યોજાયેલ આનંદ મેળા પ્રસ઼ગે સંચાલક સંસ્થા જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી નરહરી અમીને વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત શિક્ષકો, મહેમાનો સમક્ષ એવો ભાવ વ્યકત કરેલ કે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં જવા માટે પુસ્તકનું જ્ઞાન જરૂરી છે જ પણ તે ઉપરાંત સર્વાગી વિકાસલક્ષી પ્રવૃતીઓ જરૂરી છે. સમાજ માટે ઉતમ નાગરીકો તૈયાર કરવા હીરામણી સંસ્થામાં શિક્ષણ ઉપરાંત રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિવિધ તહેવારોની ઉજવણી વગેરે કરવામાં આવે છે.

આનંદ મેળામાં કે.જી.થી ધો.૧ર સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગ્રાઉન્ડમાં બાંધવામાં આવેલ વિવિધ રમત ગમતના સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ રમતો રમી હતી. ઉપરાંત બનાવેલ બે ડાન્સ ફલોર ઉપર ડી.જે.ના તાલે વિદ્યાર્થીઓએ આખો દિવસ ડાન્સની મજા માણી હતી. વિવિધ નાસ્તા માટે ઉભા કરવામાં આવેલલ સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ નાસ્તાની મોજ માણી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વરૂણ નરહરી અમીન, સીઇઓશ્રી ભગવતભાઇ અમીન, શૈક્ષણીક સલાહકાર એ.સી.ગોપાણી આચાર્યો શિક્ષકો વગેરેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

(11:26 am IST)