Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આજે પોષી પૂનમ ;માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ :યાત્રાધામ અંબાજીમાં ભાવિકોના ઘોડાપુર

રાજ્યભરના અંબાજી મંદિરે પ્રાગટ્ય મહોત્સવની ભાવભેર ઉજવણી :ભાવિકો માટે વિશેષ દર્શન-મહાપ્રસાદનું આયોજન

અમદાવાદ :પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ અંબાજીઃ મંદિરે ભાવિકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે સાથે રાજ્યભરના અંબાજી મંદિરોમાં પ્રાગટ્ય દિવસની ભાવભેર ઉજવણી થઇ રહી છે રાજ્યના અનેક શહેરોમાં અંબાજી માતાના મંદિરમાં પણ પ્રાગટ્ય મહોત્વ ઉજવાયો હતો

     જૂનાગઢમાં વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ગિરનાર આવી રહ્યો છે. અને આજના વિશેષ દિવસે માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું

(3:36 pm IST)