Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડોદરામાં સનફારમા રોડ નજીક લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવનાર સંચાલકને એસઓજી પોલીસે ઝડપી પાડયો

વડોદરા:શહેરના સનફારમા રોડ ઉપર લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવી છેલ્લા બે વર્ષથી સોસાયટી તરફથી મળતી રકમમાંથી સિક્યુરિટી ગાર્ડને પગાર ચૂકવતા બોગસ સિક્યુરિટી એજન્સી સંચાલકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

વડોદરા શહેર એસ..જી પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, ભૂપબહાદુર બુઢા ( રહે - વુડાના મકાન, સનફારમા રોડ, વડોદરા/મૂળ રહે - નેપાળ) અટલાદરા રોડ ઉપર આવેલી હરીસ્મૃતિ સોસાયટી ખાતે નિર્મલ સિક્યુરિટી સર્વિસ નામે ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવે છે. જેથી પોલીસે હરીસ્મૃતિ સોસાયટી ખાતે સિક્યુરિટીની ફરજ બજાવતા ભૂપબહાદુરની પૂછતાછ હાથ ધરતા તેની પાસે સિક્યુરિટી એજન્સી ચલાવવા માટેનું કોઈપણ પ્રકારનું લાયસન્સ મળી આવ્યું હતું અને તેણે બે સિકયુરિટી ગાર્ડ નોકરી ઉપર રાખ્યા હતા. છેલ્લા બે વર્ષથી સોસાયટીના રહીશો તરફથી સિક્યુરીટી પેટે મળતા રૂપિયામાંથી ભૂપબહાદુર પોતાનુ કમીશન કાઢી સિક્યુરિટી ગાર્ડને પગાર ચૂકવતો હતો. જે.પી.રોડ પોલીસે ભૂપબહાદુર વિરુદ્ધ ખાનગી સલામતી એજન્સી નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)