Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળામાં સરકારી કર્મીઓના બેલેટ પેપર મતદાનમાં મહિલા પોલીસ કર્મી પોતાના લગ્નમાંથી મતદાન કરવા પહોંચ્યા

રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે આજે 278 જેવા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 28 ફેબ્રુઆરીના રોજ નર્મદા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી હોય જેમાં આજરોજ પાલિકાની ચૂંટણીમાં જે સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે તેવા 278 જેવા કર્મચારીઓ માટે રાજપીપળા આયુર્વેદિક કોલેજમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન રાખવામાં આવ્યું હતું જેમાં પોલીસ,હોમગાર્ડ, પોલિંગ સ્ટાફ જેવા લગભગ 278 કર્મચારીઓએ પોતાનું મતદાન બેલેટ પેપર દ્વારા કર્યું હતું.
 મહત્વની વાત એ જોવા મળી કે પોતાના મતનો ઉપયોગ કરવા મહિલા પોલીસ કર્મચારી સુલોચનાબેન વસાવા આજે પોતાના લગ્ન હોવા છતાં ચાલુ લગ્નમાંથી મતદાન કરવા મતદાન સ્થળે પહોંચી પોતાના કિંમતી મતનો ઉપયોગ કર્યો હતો.

(11:23 pm IST)
  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST

  • પુડ્ડુચેરીના કોîગ્રેસી મુખ્યમંત્રી કે. નારણસામી રાજીનામુ આપી રહ્ના છે : તેમના ૫ સભ્યો તૂટી જતા લઘુમતીમાં મૂકાઈ ગયેલા કોîગ્રેસી મુખ્યમંત્રી બળાબળના પારખા પહેલા જ રાજીનામુ આપી રહ્નાના નિર્દેશો મળી રહ્ના છે access_time 11:36 am IST

  • નરસિંહા રાવની પુત્રીએ ઝૂકાવ્યુ : સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણા વિધાન પરિષદની ગ્રેજ્યુએટ બેઠક માટે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવની પુત્રી સુરભી વાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે access_time 2:42 pm IST