Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગુજરાતમાં જિયોના ૩.૩૬ લાખ ગ્રાહકોનો ઉમેરો : સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની

ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં મોબાઈલ સબસ્ક્રાઈબર્સનો આંકડો ૬.૭૭ કરોડે પહોંચ્યો

 અમદાવાદઃ જિયો ૪.૫ વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે અને ગુજરાતમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, ૨૦૨૦માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ, જિયોએ ગુજરાતમાં ૩.૩૬ લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ ૨.૫૪ કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી.

જિયોએ સપ્ટેમ્બર, ૨૦૧૬માં એની સેવાઓ શરૂ કરી હતી અને ડિસેમ્બર, ૨૦૨૦ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે ૨૫ વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર, ૨૦૨૦માં આશરે ૧.૬૨ લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા, જેના પગલે એ કુલ ૨.૫૦ કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી.

લાંબા સમય અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ ૪૫ ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર બની હતી. અત્યારે જિયો રાજ્યમાં સૌથી વધુ ૩૭.૫૧ ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે.

જિયો ઉપરાંત ડિસેમ્બર, ૨૦૨૦માં એકમાત્ર એરટેલએ રાજ્યમાં ૨.૨૫ લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. ૧.૧૪ કરોડ ગ્રાહકો સાથે એરટેલ ૧૬.૮૮ ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલીકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે ૨.૨૦ લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. ડિસેમ્બર, ૨૦૨૦ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં ૫૮.૯૧ લાખ ગ્રાહકો સાથે ૮.૬૯ ટકા ગ્રાહકો ધરાવતી હતી.

જિયો અને એરટેલની કામગીરીને પગલે ગુજરાતમાં મોબાઇલ નંબરોમાં ૨.૦૯ લાખનો ચોખ્ખો વધારો થયો હતો, જેના પગલે ગુજરાતમાં ડિસેમ્બર, ૨૦૨૦માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો ૬.૭૭ કરોડ થયો છે. ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરમાં જિયો અને વોડાફાન આઇડિયા સંયુકતપણે ૭૪.૪૨ ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં ચોખ્ખો વધારો થયો હતો. એમાં જિયોને ૪.૭૮ લાખ નવા ગ્રાહકો મળ્યાં હતાં.

(2:46 pm IST)
  • દેશની એક ઇંચ જમીન પર કોઇ કબજો કરી શકશે નહીં, અને એવું થશે તો તેને રોકવામાં આવશે: તમિલનાડુનાં સલેમમાં ભાજપના યુવા મોર્ચાનાં સંમેલનને સંબોધીત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુર્વી લદ્દાખમાં પૈગોંગ ત્સો સરોવર નજીક સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે, પરંતું કમનશીબે કોંગ્રેસ ભારતીય સેનાની વીરતા પર શંકા કરી રહી છે access_time 9:26 am IST

  • મમતાની ભત્રીજા વહુનો વળતો લલકારઃ પૂછપરછ માટે તૈયાર છું : પં.બંગાળ તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીની ભત્રીજા વહુ રૂજીરાએ સીબીઆઈને કહ્યું છે કે કાલે ૨૩મીએ બુધવારે ૧૧ થી ૩ વચ્ચે પૂછપરછ માટે તે ઉપલબ્ધ છે access_time 4:32 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST