Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.ગોહિલની રાતોરાત બદલીઃ તેલંગણાના વૃદ્ધનો કાંડ નડયાની ચર્ચા

વડોદરાઃ વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.ગોહીલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડયો. વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ ૬ મહિનાથી કોઇ પત્તો નથી. ફતેહગંજ પોલીસ સ્ટેશનના નવા પીઆઇ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણુંક કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે પીઆઇ ગોહિલની ટફીકમાં બદલી કરી નાખી છે ડી સ્ટાફમાં ફરજ બજાવતા હે.કો. મહેશ રાઠવાની પણ બદલી કરી છે. બે લોકરક્ષક રાજેશ અને યોગેન્દ્ર ચૌહાણની હેડ કવાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ફતેહગંજ પોલીસ સ્ટેશનના નવા પીઆઇ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણુંક કરવામાં આવી છે.

(6:02 pm IST)