Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આણંદ:કરમસદની બળદેવીયા ચોકડી નજીક પોલીસે બાતમીના આધારે કારમાંથી 72 બોટલ દારૂનો જથ્થો ઝડપી બે શખ્સની અટકાયત કરી

આણંદ:લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે વિદેશી દારૂની માંગમાં વધારો થતા તગડો નફો રળવા માટે કેટલાક શખ્શો ખાનગી રાહે વિદેશી દારૂનો વેપલો કરતા હોઈ વિદ્યાનગર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે કરમસદ ગામની બળદેવીયા ચોકડી નજીકથી એક ઈક્કો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતા બે શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. 

પોલીસે એક ઈક્કો કાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૩.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વિદ્યાનગર પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન એક સફેદ કલરની મારૂતી ઈક્કો કાર વિદેશી દારૂ ભરીને વિદ્યાનગર જીઆઈડીસીથી રેલ્વે સ્ટેશન રોડ થઈ કરમસદ રોડ ઉપર આવનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમ કરમસદ ગામે બળીયાદેવ ચોકડી નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

(5:38 pm IST)