Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં એક સાથે કુલ 10 સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા અરેરાટી મચી જવા પામી

બનાસકાંઠા: જિલ્લાના વડગામ તાલુકાના આઠ ગામોમાં એક સાથે કુલ-૧૦ સગર્ભા મહિલાઓને બુધવારે કોરોના પોઝીટીવ આવતા તાલુકામાં હડકંપ મચી ગયો હતો. દરમિયાન વડગામ આરોગ્ય વિભાગ દ્વારા નવ મહિલાઓને હોમ આઈસોલેશન કરવા સાથે એક મહિલાની ઈ.ડી.ડી. બુધવારની હોઈ તુરંત કોવિડ-૧૯ કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવી હતી.

ઘાતકી કોરોના વાઈરસને લઈ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. દરમિયાન બનાસકાંઠામાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધતા જિલ્લામાં ચિંતા વધી ગઈ છે. જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધી ૧૦૦ના આંકની નજીક પહોંચી ગયો છે. ત્યારે વડગામ તાલુકામાં એક સાથે ૧૦ સગર્ભાઓને કોરોના પોઝીટીવ આવતા જિલ્લા સહિત તાલુકાની હેલ્થ ટીમો સક્રીય બની સર્વેની કામગીરી વધુ તેજ બનાવી હોવાનું જાણવા મળેછે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈ સક્રીય બની પરિવારને સલાહ સૂચનો આપવાનોમાં આવ્યા હતા. તેમજ પોઝીટીવ મહિલાઓને જરૃરી દવાઓ સહિત આયુર્વેદિક ઉકાળાઓ પણ પીવડાવવામાં આવ્યા હતા. વડગામ તાલુકામાં કોરોના પોઝીટીવના કેસો વધી કુલ ૧૫ થયા હતા.જેમાં એક મહિલા સહિત પાંચ લોકો સાજા થતાં રજા અપાઈ હતી. દરમિયાન કોરોના પોઝીટીવના ઘરની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનુંજાણવા મળે છે.

(5:34 pm IST)