Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વડોદરામાં લોકડાઉન વચ્ચે વાલીઓ પાસેથી ફી ભરવા માટે દબાણ કરતા ફરિયાદો દાખલ

વડોદરા: શહેરમાં લોકડાઉન વચ્ચે  પણ શાળાઓ વાલીઓ પર ફી ભરવા માટે દબાણ કરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

મળતી વિગતો પ્રમાણે આવી ત્રણ સ્કૂલોને ડીઈઓ કચેરીએ નોટિસ ફટકારીને વાલીઓ પાસે ફી નહી લેવાની તાકીદ કરી છે.આ ત્રણ સ્કૂલોમાં ફતેગંજ વિસ્તારની એક સ્કૂલ , નિઝામપુરા વિસ્તારની એક સ્કૂલ અને માંજલપુર વિસ્તારની એક સ્કૂલનો સમાવેશ થાય છે.

સરકારે લોકડાઉન વચ્ચે વાલીઓ પાસેથી ફી માટે દબાણ નહી કરવાની સૂચના આપી હોવાથી સ્કૂલોએ વાલીઓ પર ફી માટે દબાણ નહી કરવુ તેવી તાકીદ ડીઈઓ ઓફિસ દ્વારા સ્કૂલોને કરવામાં આવી છે.

(5:34 pm IST)