Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વ્યાપાર-ધંધા શરૂ થતા વેપારીઆલમ ખુશ

ઓડ-ઇવન ઉપરાંત ઓછો સમય છતાં દુકાનો ખુલતા વ્યાપારી વર્ગને હાશકારો-વિવિધ વ્યાપારી એસો.ના અગ્રણીઓ 'અકિલા'ની મુલાકાતેઃ સરકારનો આભાર વ્યકત કર્યો

રાજકોટ તા. રર :.. લગભગ બે મહિના બંધ રહ્યા બાદ લોકડાઉનમાં રાહત મળતા વ્યાપારી વર્ગ ખુશ થયો છે. વિવિધ વ્યાપારી એસો.ના અગ્રણીઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં.

વ્યાપારી અગ્રણીઓ કહે છે કે, ઓડ-ઇવન તથા સવારે ૮ થી ૪ વાગ્યા સુધી જ માર્કટ ખુલ્લા રાખવાની છૂટ મળી છે. ઘણી પાબંદી છે, છતાં વ્યાપાર-ધંધા આંશિકરૂપે શરૂ થતા વ્યાપારીઓ ખુશ છે.

કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે હિંમત કરીને લોકડાઉનમાં હળવાશ આપતા વ્યાપારીઓ ગુજરાત સરકારનો આભાર વ્યકત કરે છે.

વ્યાપારી અગ્રણીઓ કહે છે કે, વ્યાપારીઓ અને ગ્રાહકો બંને સરકારના નિયમોનો અમલ કરે છે. એસો. પણ નિયમો પાળવા આગ્રહ રાખે છે.

વ્યાપારીઓ પણ ગ્રાહકોના હિતમાં નિર્ણયો કરે છે. વ્યાપારમાં ગ્રાહકને લાભ થાય તેવું આયોજન અમલમાં છે.

રાજકોટમાં સવાર ૮ થી ૪ ને બદલે ૧૦ થી ૬ કે એવો સમય કરી શકાય. તેવી લાગણી વ્યાપારીઓએ વ્યકત કરી હતી.

વિવિધ વ્યાપારી પ્રતિનિધિઓ પ્રનંદભાઇ કલ્યાણી (ધર્મેન્દ્ર રોડ વ્યાપારી એસો. પ્રમુખ), કલ્પેશભાઇ શાહ, કિરપાલભાઇ કુંદનાની કોઠારીયા નાકા વ્યાપારી એસો. પ્રમુખ અને પંકજભાઇ બાટવિયા ગુંદાવાડી એસો. પ્રમુખ, ભૂપેન્દ્રભાઇ છાટબાર હોલસેલ ટેકસટાઇલ મરચન્ટ એસો. પ્રમુખ, જૈમિનભાઇ ઠક્કર , લાખાજીરાજ રોડ વ્યાપારી એસો. ઉપપ્રમુખ, જયેન્દ્રભાઇ ઠકકર કલોથ મરચન્ટ એસો. અગ્રણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:52 pm IST)