Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વાહ,,લોકડાઉન વચ્ચે રાજ્યભરના 60 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પુસ્તક વાંચ્યા

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટના ઉપયોગકર્તાનો આંક ૧૩૦૦૦ થી 61 હજાર સુધી વધ્યો

અમદાવાદ: કોરોનાના વધતા સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે. અને છેલ્લા બે મહિના માં રાજ્ય ભરમાંથી 60 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન બુક વાંચવાનો લાભ લીધો છે. કોરોનાકાળનો આમ તો કોઈને લાભ થયો નથી. પણ આ કોરોના કાળનો લાભ વાંચન રસિકો અને વિદ્યાર્થીઓ એ જરૂરથી લીધો છે.

 

            ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીએ વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા પોણા બે લાખ પુસ્તકો ઓનલાઈન એક્સેસ માટે તો મુક્યા જ છે સાથે સાથે યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટ પર પ્રવર્તમાન કોરોના લોકડાઉન સંદર્ભે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ CEC, E-PGP તેમજ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે, NPTEL Other એમ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય MHRD, UGC અને UGC INFLIBNET મારફતે તૈયાર કરવામાં આવેલ અંદાજિત ૭૪૭૩૫ કરતા વઘુ ઓપન એક્સેસ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ આધારિત E- content ની તેમજ ૩,૮૨,૦૦,૦૦૦ સંબંધિત ઈ બુક્સ અને પીરીડીયોકલસ નેશનલ ડિજીટલ લાયબ્રેરીની લીંક સાથે આપી દેવામાં આવી છે. જેના આધારે ગુજરાત યુનિવર્સિટી સાથે અન્ય તમામ યુનિવર્સિટી અને શિક્ષણ અને સંશોધન અને અભ્યાસ સાથે સંલગન તમામ વિધાર્થીઓ સંશોધકો ઉપયોગ કરી શકે છે. UGC એ પણ ત આ અંગે પરિપત્ર કર્યો છે

             ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય એ આ રિસોર્સીસ વેબસાઇટ તૈયાર કરતી જ જરૂરી લીંક સાથે રાખવામાં આવ્યા છે. આ અંગે જરાત યુનિવર્સિટીના લાયબ્રેરી વિભાગના હેડ ડો.યોગેશ પારેખના જણાવ્યાનુસાર લોકડાઉનના સમયગાળામાં સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા સતત પ્રચાર પ્રસાર કરતા ગ્રંથાલયની Gulibrary.com વેબસાઇટ થકી આ રિસોર્સીસ એકસેસનો ઉપયોગ ચોક્કસપણે વઘ્યો છે. લોકડાઉન :- ૧ ના નિર્ણયથી લોકડાઉન :-૨ના આ સમયગાળામાં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટના ઉપયોગકર્તાનો આંક આજ સુધી ૧૩૦૦૦ થી 61 હજાર સુધી વધ્યો છે.

(11:32 pm IST)