Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અવારનવાર છેડતી કરતો હોવા અંગે યુવતીની ફરિયાદ

અમદાવાદના બોલપ વિસ્તારની ઘટના : નરાધમ યુવકે તારી કમર દિશા પટણી જેવી છે તેમ કહીને મહિલાને કમરથી જકડી લીધી હતી : પોલીસની વધુ તપાસ

અમદાવાદ, તા. ૨૧ : અમદાવાદમાં વધુ એક મહિલા છેડતીનો ભોગ બની છે. વાત છે બોપલ વિસ્તારની જ્યાં મહિલાએ તેની નજીકમાં રહેતો એક નરાધમ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે નરાધમ અવાર-નવાર તેની  છેડતી કરતો હતો. એટલું નહીં  જ્યારે પમ મોકો મળતો ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા પણ કરતો હતો. પીડિત મહિલાના જણાવ્યા મુજબ, થોડાક દિવસ પહેલા જ્યારે મહિલા જિમમાંથી ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન નરાધમ તેની સાથે લિફ્ટમાં આવ્યો હતો. વખતે તેણે તમામ હદ વટાવી નાખી હતી.

           નરાધમ યુવકે તારી કમર દિશા પટણી જેવી છે તેમ કહીને મહિલાને કમરથી જકડી લીધી હતી. જોકે ઘટના બાદ મહિલા હેબતાઈ ગઈ હતી અને બે ચાર દિવસ માટે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. જો કે નરાધમે તેની આવી હરકતો ચાલુ રાખી હતી. જ્યારે પણ મળે ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા કરતો હતો. આખરે યુવકના ત્રાસથી કંટાળી મહિલાએ મામલે પતિ અને પડોશમાં રહેતી અન્ય મહિલાઓને જાણ કરી હતી. મહિલા અને તેના પતિએ આરોપીની પત્નીને પણ અંગે વાત કરી હતી. જોકે પતિનો પક્ષ લઈ આરોપીની પત્નીએ યુવતીને તારો વાંક છે તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(9:47 pm IST)