Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન વચ્ચે અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું: ડિમાર્ટ પાસે જીનલ બંગ્લોઝમાં છ બિલ્ડરો ઝડપાયા : 3 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ : લોકડાઉન વચ્ચે અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે નિકોલ વિસ્તારમાંથી 6 બિલ્ડરો સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું.

  અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે જીનલ બંગ્લોઝમાંથી 6 જાણીતા  બિલ્ડરો જુગાર રમતા ઝડપાયા હતા. બિલ્ડર મુકેશ પટેલના ઘરે તમામ બિલ્ડરો જુગાર રમવા ભેગા થતા હતા. પોલીસે જીનલ બંગ્લોઝમાં રેડ પાડી હતી અને જુગારીઓ પાસેથી રોકડ, કાર, મોબાઈલ, સહિત 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  • આરોપીઓના નામ
  • મુકેશભાઈ પટેલ
  • જયસુખભાઇ પટેલ
  • અશોકભાઈ પટેલ
  • ઘનશ્યામભાઈ પટેલ
  • પંકજભાઈ ભટ્ટ
  • મનસુખભાઇ પટેલ
(9:47 pm IST)