Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મહુધા તાલુકાના મહીસા નજીક યુવાને 14 વર્ષીય કિશોરીની બાળબુદ્ધિનો લાભ લઇ પ્રેમજાળમાં ફસાવી નરાધમે ભગાડી જતા પોલીસ ફરિયાદ

મહુધા: તાલુકાના મહીસા તાબે શક્તિનગરમાં રહેતાં રાહુલ બળવંતભાઈ વસાવા નામનો યુવકે ગામમાં જ રહેતી ૧૪ વર્ષની એક કિશોરીની બાળબુધ્ધિનો લાભ લઈ રાહુલે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અને ગત તા.૧૮-૧-૨૦ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેને ભગાડી ગયો હતો.

આ અંગે કિશોરીની માતાએ પોતાની કિશોર વયની દીકરીને ભગાડી જનાર રાહુલ બળવંતભાઈ વસાવા વિરૂધ્ધ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રાહુલ વસાવા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:01 pm IST)