Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

'હીરામણિ'ના છાત્રોને જગદીશ ભાવસારના હસ્તે ઇનામ વિતરણ

રાજકોટ : હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી-ગુજરાતી માધ્યમ) અમદાવાદ દ્વારા વર્ષ દરમ્યાન યોજવામાં આવતી જુદી જુદી રમત-ગમતની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ શાળામાં વર્ગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા સર્ટીફીકેટ મુખ્ય મહાન ડો. જગદીશભાઇ ભાવસાર (ઉપકુલપતિ ગુજરાત યુનિવર્સિટી) તેમજ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીનના હસ્તે આપવામાં આવ્યા હતા. ધો. ૧થી ૭ના કુલ ૩ર૮ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં ઉપપ્રમુખ શ્રીમતિ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વરૂણ અમીન, સેક્રેટરી શ્રી આર.સી. પટેલ, જોઇન્ટ સેક્રેટરીશ્રી પંકજભાઇ દેસાઇ, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, શૈક્ષણિક સલાહકાર એ.સી. ગોપાણી, શાળાના આચાર્યો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:27 pm IST)