Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

નાંદોદના સિસોદ્રા અને વરખડ ગામની વચ્ચે મો.સા.અને શેરડી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

મરનાર યુવાનોના માથા જ ધડથી અલગ થઈ રોડ ઉપર પડ્યા હોય એ જોતા જ લોકોમાં કંપારી છૂટી ગઇ હતી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં રોજે રોજ અકસ્માતોની ઘટના સામે આવી રહી હોય કેટલાય લોકોના મોત થાય છે ત્યારે ગતરાત્રે નાંદોદ તાલુકાના સિસોદ્રા અને વરખડ ગામની વચ્ચે મો.સા.અને શેરડી ભરેલ ટ્રેક્ટર વચ્ચે વધુ એક અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા.

  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના સિસોદ્રા અને વરખડ વચ્ચે મો.સા. નંબર જીજે ૦૬ ડીએલ.૪૧૭ અને શેરડી ભરેલા એક ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં રૂપેશભાઇ દાદુભાઇ વસાવા અને વિરલભાઇ ચંદુભાઇ પટેલ(બન્ને. રહે.સિસોદ્રા) નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું 

  જોકે  અકસ્માતમાં મરનાર બંને યુવાનોની મો.સા. ને પુરપાટ જતા ટ્રેક્ટરે અડફટમાં લેતા મો.સા.પર જતાં યુવાનોના શરીરના કેટલાક અવશેષો ટ્રેકટર સાથે ચોંટી ગયા હતા જ્યારે માથા ધડથી અલગ થઈ માર્ગ ઉપર ઉછળીને પડ્યા હોય અકસ્માત જોનાર લોકોમાં કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ત્યારે આ બાબતે આમલેથા પોલીસે ટ્રેકટર ચાલાક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:52 pm IST)