Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ સ્પર્ધાને લઈને જોરદાર ઉત્સાહ

અમદાવાદ સહિત દેશનાં ૧૮ શહેરોમાં ક્રેઝ છવાશે : વિજેતા ટીમને જુલાઈમાં બ્રાઝિલમાં રમવાની તક મળશે

અમદાવાદ,તા. ૧૨ :    ૨૦૧૯ની આવૃત્તિની સફળતા પછી વૈશ્વિક સ્તરે સ્થાપિત બંને બાજુ પાંચ ખેલાડીઓની ફૂટબોલ સ્પર્ધા રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવની પાંચમી આવૃત્તિનો મુંબઈ, પુણે, અમદાવાદ, ગોવા, ઈન્દોર, દિલ્હી, જયપુર, ચંડીગઢ, લખનૌ, ગૌહાટી, કોલકતા, ઐઝવાલ, શિલોંગ, ભુવનેશ્વર, બેન્ગલોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોચી સહિત દેશનાં ૧૮ શહેરોમાં આગામી તા.૧૫મી ફેબ્રુઆરીથી તા.૮મી માર્ચ સુધી સિટી ક્વોલિફાયર્સ સાથે શુભારંભ થઇ રહ્યો  છે. ઈન્દોર અને લખનૌ આ વર્ષે સિટી ક્વોલિફાયર્સની યાદીમાં નવાં શહેરોનો ઉમેરો છે. વિજેતા ટીમો પછી એપ્રિલ ૨૦૨૦માં રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ નેશનલ ફાઈનલ્સમાં ટકરાશે, જેમાંથી જીતનારને જુલાઈમાં બ્રાઝિલમાં યોજાનારી રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૨૦ વર્લ્ડ ફાઈનલમાં મોકો મળશે. જેને લઇ હવે આગામી દિવસોમાં અમદાવાદ સહિતના શહેરોમાં રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ સ્પર્ધાનો ક્રેઝ છવાશે.

          દેશમાં સ્થળો અને સહભાગીઓની દષ્ટિએ બંને તરફ પાંચ- પાંચ ખેલાડીઓની આ સૌથી મોટી ફૂટબોલ સ્પર્ધા છે. રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ બ્રાઝિલિયન સ્ટાર સિગ્નેચર ફાઈવ-અ-સાઈડ સ્પર્ધા છે, જેમાં દુનિયાભરના બધા ખૂણાના ૧૬થી ૨૫ વય વર્ષના ખેલાડીઓ તેમના જોશ ફૂટબોલની ઉજવણી કરવા માટે તત્પર બને છે. આ ઝડપી, ટેકનીકલ અને મોજીલી સ્પર્ધા છે, જેમાં ગોલકીપર સાથે પાંચ- પાંચ ખેલાડીઓ ધરાવતી બે ટીમોને તેમની શક્તિ બતાવવા માટે અને નેમાર જુનિયરને આકર્ષિત કરવાની તક જીતવા માટે ૧૦ મિનિટ મળે છે. આ રોમાંચક સ્પર્ધામાં વળાંક એ છે કે, એક ટીમ દ્વારા કરાતા દરેક ગોલ માટે વિરોધી ટીમના સભ્યને મેદાન છોડી જવાનું રહે છે. ટીમમાં મહત્તમ ખેલાડીઓ રહે તે જીતે છે.

             સ્પર્ધા એ માન્યતા પર આધારિત છે કે ફૂટબોલ ખેલાડીઓ મોટા ક્લબો ખાતે મોટા સ્ટેડિયમોમાં તેમની કુશળતા ક્યારેય કમાતા નથી. તેમનો પ્રવાસ નેમાર જુનિયરની જેમ જ તેમના મિત્રો સાથે હંમેશાં ગલીઓથી શરૂ થાય છે. ગલીઓમાં તેમનો મુખ્ય અવરોધ પ્રતિસ્પર્ધક નહીં પણ સખત મેદાન, કાળઝાળ ગરમી અને આંખો અંધ કરતી ધૂળ હોય છે. મોટા ભાગના લીજન્ડે અવરોધભરી ગલીઓથી જ શરૂઆત કરી છે, પરંતુ તે ગલીઓએ પછી તેમને માર્ગ કંડાર્યો છે. આ અંધ સફળતાનો માર્ગ છે. પેલે, આલ્ફ્રેડો દ સ્ટેફનો કે નેમાર જુનિયરની જેમ જ. નેમાર જુનિયરનો પ્રવાસ ગલીથી શરૂ થયો હતો અને તેણે સ્ટેડિયમ અને પરીકથા સાથે સપનાં જોયાં છે અને ચાલુ રાખ્યા છે.

             ગયા વર્ષે જુલાઈમાં રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૧૯માં ભારતીય ચેમ્પિયનો કાલીના રેન્જર્સે બ્રાઝિલમાં વર્લ્ડ ફાઈનલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હંગેરી સામે ઐતિહાસિક જીત હાંસલ કરીને મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કર્યો હતો, જે આખરે સ્પર્ધાની વિજેતા નીવડી હતી. કમનસીબે તેમની સ્પર્ધા લક્ઝેમ્બર્ગ સામે ડ્રો અને સ્પેન અને અંગોલા સામે હૃદયદ્રાવક હાર પછી ગ્રુપ સ્ટેજમાં પૂરી થઈ હતી. ટીમ ઈન્ડિયા (એન્થની મચાડો, ટાયસન પરેરા, હેન્ડરસન ડાયસ, રાયન શેખ, ક્રેગ ડિસોઝા, મેલ્વિન બાર્બોઝા અને ચાર્નેલ દ અલ્મેડા) રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવના કોલકતામાં નેશનલ ફાઈનલ્સના વિજેતાઓએ વર્લ્ડ ફાઈનલ્સમાં સખત મહેનત કરી હતી અને દુનિયામાં સૌથી વિશાળ આ ફૂટબોલ સ્પર્ધાનો હિસ્સો બનવાનો મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કર્યો હતો. ગયા વર્ષે સિગ્નેચર ફૂટબોલ સ્પર્ધામાં ૧,૦૦,૦૦૦થી વધુ ખેલાડીઓએ પ્રાયા ગ્રાન્ડ, બ્રાઝિલમાં ઈન્સ્ટિટ્યુટો પ્રોજેટો નેમાર જુનિયર ખાતે વર્લ્ડ ફાઈનલમાં ક્વોલિફાયરમાંથી માર્ગ બનાવવાની આશા સાથે ૬ ખંડના ૪૦ દેશોમાંથી ભાગ લીધો હતો અને હંગેરીએ જીત હાંસલ કરી હતી.

(6:04 pm IST)