Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં ઓફિસ ધરાવનાર શખ્સની પાસે પૈસાની ઉઘરાણી કરી ગોળીબારી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ

અમદાવાદ: શહેરના ઈસ્કોન સામે  ઓફિસ ધરાવતા  પ્રિતેશ શાહ પાસે   ઉઘરાણીના  નાણા લેવાગયેલા પ્રકાશ રાવલે ગોળીબાર કરી ધમકી આપતા પોલીસે સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી હતી.

બીજીતરફ પ્રકાશ રાવલ જ્યારે પ્રિતેશની ઓફિસજતા ત્યારે પ્રિતેશ તેના મિત્ર સ્ટીવન ટેકરીવાલા સાથે રાવલની વાત કરાવતો હતો. જેમાસ્ટીવન રાવલને ઉઘરાણી નકરવા ધમકી આપતો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટીવન સામે અગાઉ રાયોટીંગ અને જુગારના અનેક ગુના નોંધાયેલા છે.આ અંગે પોલીસ તપાસ કરી રહી ં ેછે.

આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં રહેતા અને એસ.જી.હાઈવે પર ઈસ્કોન મોલ સામે સુરમાઉન્ટ ટાવરમાં ઓફિસ ધરાવતા પ્રિતેશ એ.શાહે સત્યાગ્રહ છાવણીમાં રહેતા અને કવન રાવલ સાથે ભાગીદારીમાં ધંધો કરતા પિયુષ એમ.દોશી  પાસેથી સવા કરોડ ઉછીના લીધા હતા. પ્રિતેશે સવા કરોડ પરત કર્યા હતા પરંતું હિસાબની અમુક રકમ ચુકવવાની બાકી હોવાનું તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

(6:00 pm IST)