Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નાના વેપારીઓ- શ્રમજીવીઓ સરકારી પેન્શન યોજનાનો લાભ લઇ આર્થિક સલામતી મેળવે

આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રાણાનો અનુરોધ

રાજકોટ,તા.૨: સંવેદનશીલ ગુજરાત સરકાર અને ભારત સરકારની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓાનો લાભ લઇ ગરીબ- મધ્યમ વર્ગ પરિવારોને આર્થિક સલામતી પુરી પાડવા શ્રમયોગીઓ માટે પેન્શનમાં વધુને વધુ લોકો જોડાય અને ૬૦ વર્ષ બાદના જીવનને સલામત બનાવવા કલેકટર આણંદનો શ્રી દિલીપ રાણાને જિલ્લામાં પેન્શન સપ્તાહનો પ્રારંભ કરાવતાં અનુરોધ કર્યો હતો.

કલેકટર શ્રી રાણાએ પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના ૧૮ થી ૪૦ વર્ષના હાથલારી ચલાવતા લોકો શ્રમયોગીઓ ૬૦ વર્ષની ઉંમર બાદ માસિક ત્રણ હજારનું પેન્શન પ્રાપ્ત થાય તેવી યોજના વિશે અન્ય લોકોને પણ જાગૃત કરી આ યોજનામાં સહભાગી બનાવવા કહ્યું હતું.

આણંદ અમૂલ ડેરીના સભાખંડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મદદનીશ શ્રમ અધિકારી શ્રી દિપક ચૌહાણે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના શ્રમયોગીઓ કે જેમની આવક ૧૫૦૦૦ કરતા ઓછી હોય તેમના માટે પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના શરૂ કરવામાં હોવાનું જણાવી. આ યોજનામાં લાભાર્થી તેમની ઉંમરના હિસાબે માસિક ફાળો આપવાનો રહે છે. તેની સામે ભારત સરકાર એટલો જ ફાળો જમા કરાવે છે. જ્યારે ૬૦ વર્ષ પુરા થયેલ પ્રતિ માસ રૂ.૩૦૦૦/-નું આજીવન પેન્શન મળશે. લાભાર્થીના મૃત્યુ બાદ તેમના પત્નીને ૫૦ ટકા પેન્શન મળવાપાત્ર થતુ હોવાનું તેમણે ઉર્મેયું હતું.

આ પેન્શન યોજનાનો લાભ લેવા બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, એ.પી.એમ.સી ના શ્રમિકો, ગ્રામોદ્યોગ શ્રમિકો, કારીગરો, ફેરિયાઓ, છુટક વેપારીઓ , રીક્ષા ચાલકો, ખેતમજૂરો , હાથલારી ચાલકો સૌ કોઇ આ યોજનામાં જોડાઇ શકે છે.

(3:43 pm IST)