Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વડોદરા, નમદા, ડાંગ, પંચમહાલના અનેક વિરતારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડુતામાં ચિંતા

રાજ્યમાં ચોથી ડિસેમ્બરે સામાન્ય કમોસમી વરસાદ વરસશે

અમદાવાદ તા.૨:  રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અરબો સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે. દરમિયાન ગઈ કાલે સાંજથી વાતાવરણમાં પલટો આવતાં આહવા, વડોદરાના અખેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ફરીથી શિયાળામાં કમોસમ વરસાદ પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વડોદરામાં મધ્ય રાત્રિયી વાતાવરણમાં પલટો આવ્યો છૅ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ સાથે પંચમહાલ અને ગોધરામાં પણ વહેલી સવારે કમોસમી મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં અકાએક પલટો આવ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવી ઋુતુનો અહેસાસ થતાં ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં ૭ મિમૌ, કાલોલમાં ૧૨ મિમી, હાલોલમાં ૯ મિમૌ, શહેરામાં ૧ મિમી, ઘોઘબામાં બે મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે એવી વકી છે.  ડાંગ  જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ ગઈ કાલે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

(11:43 am IST)