Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે :પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના: નીતિન પટેલ

પાક વીમા મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્ય્ક્ષતાંમાં બેઠક યોજાઈ

અમદાવાદ : પાક વીમા મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બેઠક બોલાવી હતી. આ બેઠક સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળી હતી જેમા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ  પટેલ, કૃષિપ્રધાન આર સી ફળદુ, સીએસ જે એન સિંહ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા.

   બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યુ કે, પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે. ત્રણ લાખ હેક્ટર જમીનમાં સર્વે થયો છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર ખેડૂતોને વળતર આપવાની શરૂઆત કરશે. મહા વાવાઝોડાના કારણે સર્વેની કામગીરી લંબાવવામાં આવી છે.

   નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. એક અંદાજે 5 લાખ હેકટરમાં નુકસાન થયું છે. સરકાર પાક વીમા કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે.અને કૃષિ વિભાગને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

(9:29 pm IST)
  • મહારાષ્ટ્રમાં ફડનવીસ સરકારની મુદત 9 નવેમ્બરના રોજ પુરી થશે : નવી સરકારની રચના ન થાય તો પણ એક સપ્તાહ કે તેથી વધુ સમય માટે વર્તમાન સરકાર ચાલુ રહેશે : તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લદાય : રાજભવન સૂત્રોએ આપેલી માહિતી access_time 7:18 pm IST

  • અયોધ્યા મામલે કાલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો સમગ્ર દેશમાં સુરક્ષા ના લેવાયા પગલા દેશભરમાં એલર્ટ કાલે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ ના ચુકાદાને પગલે ગુજરાત રાજ્યના તમામ પોલીસ કર્મીઓને હાજર થવા DGP નો આદેશ રજા રદ કરાઇ અયોધ્યા આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે યુપીમાં હેલો cm યોગીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા વ્યવસ્થા નીકળી સમીક્ષા access_time 9:58 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST