Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અંબાજીમાં પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાનું દૂધના ભરેલા પાઉચ પ્રાંગણમાં ફેંકી દેવાતા ચકચાર

ભાજપ શહેરના મહામંત્રીની પણ જવાબદાર કર્મચારીઓને શાળા સામે પગલાં લેવા માંગ

 

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાનું દૂધના ભરેલા પાઉચ ફેંકી દેવાતા ભારે ચકચાર મચી છે. બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા નાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા પોષ્ટિક આહાર સ્વરૂપે અંતરિયાળ વિસ્તાર અને ગરીબ બાળકો માટે સૌપ્રથમ દાંતા તાલુકામાં દુધ સંજીવની યોજના હેઠળ પોષ્ટીક દુધ આપવાની યોજના ચાલુ કરાઈ હતી.

શાળામાં ઘોર બેદરકારી સામે આવતા દૂધ મોટી માત્રામાં ફેંકી દીધેલું જોવા મળ્યુ હતું. જોકે દુધ ગઈકાલનું ચોક્કસ છે ને આજે દશેરાની રજા છે પણ ગઈ કાલે તારીખ 7 ઓકટોબરે શાળા ચાલુ હતી. તેમ છતાં બાળકોને શાળામાં દૂધ આપવામાં આવ્યું નથી. અને તે બાળકોના મોઢે જવાના બદલે આજે દૂધ જાહેર જગ્યામાં એટલે કે શાળાના પ્રાંગણમાં ફેંકી દેવાયું છે.

દુધ બાળકોના મોઢે ગયા વગર દૂધ આજે વેસ્ટ કરી દેવાયું છે. જેને લઇ સમગ્ર પંથકમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યું છે. જોકે બાબતે અંબાજી ભાજપ શહેરના મહામંત્રી પણ ભારે વિરોધ કરી જવાબદાર કર્મચારીઓને શાળા સામે આકરા પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

(12:09 am IST)