Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મધરાત્રે ખંભાતના ઝંડાચોકમાં યુકો બેન્કની ત્રણ માળની બિલ્ડીંગ ધડાકાભેર ધરાશાયી

કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ

ખંભાત :શહેરમાં ઝંડાચોક વિસ્તારમાં આવેલી જુની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. રાત્રિના ૨ વાગ્યાની આસપાસ ત્રણ માળની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ધરાશયી થયેલા ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો. આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ધનજીશાની પોળમાં સ્થળાંતર કરાવ્યું હતું. વહેલી સવારથી નગરપાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ ઉઠાવવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(1:20 pm IST)
  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • અલગાવવાદી નેતાઓને ૧ વર્ષ સુધી 'અંદર' રહેવું પડે તેવી શકયતાઃ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ પામેલા અલગાવવાદી નેતાઓ વહેલી તકે છુટે તેવી શકયતા નથીઃ સંબંધિત અધિકારીઓનું માનીએ તો આ બધાને ૧ વર્ષ અંદર રહેવું પડશેઃ તંત્રએ છેલ્લા ૮ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે જેમાથી ૧૫૦ને દેશની વિવિધ જેલોમાં મોકલી દેવાયા છે જેમની ધરપકડ થઈ છે તેમાં ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી પણ સામેલ છેઃ જો કે મહેબુબાને હરિનિવાસ અને ઉમરને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રખાયા છે access_time 11:25 am IST