Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સસ્તા ભાવે સોનાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ :પાંચ આરોપીઓ ઝડપાયા

હાલોલના કરિયાણાના વેપારી સાથે છેતરપીંડી કરતા સેટેલાઇટ પોલીસે ટોળકીને દબોચી લીધી

અમદાવાદ : હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે છેતરપીંડી આચારીને રૂપિયા 15, લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલોલના એક વ્યક્તિ સાથે સસ્તામાં સોનું ખરીદવાની લાલચે  ૧૫ લાખની ઠગાઈ થઇ ગઈ છે

લોકોને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને છેતરપીંડી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15, લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉલેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરતા આરોપીઓએ ફરિયાદીને ફોન કરવાના પણ શરૂ કરી દીધા હતા. અને આખરે આરોપીઓએ આંગડીયા મારફતે રૂપિયા 12 લાખ પાછા આપી દીધા હતા.

(11:02 pm IST)