Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નવસારીમાં લગ્નજીવનના વિખવાદનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયા પડાવનાર મૌલવીને મહિલાએ લમધાર્યો

નવસારીમાં વલસાડની યુવતીના કહેવાતા મૌલવીએ 48થી 66 લાખ પડાવી લીધા :રૂપિયા પાછા માંગતા ધમકી આપી માર માર્યો :મામલો પોલીસ મથકે પહોંચ્યો

 

નવસારીમાં વલસાડની યુવતીના લગ્નજીવનના વિખવાદનો ફાયદો ઉઠાવી કહેવાતા મૌલવીએ 48થી 66 લાખ જેટલી રકમ પડાવી લેતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલાએ મૌલવીને માર માર્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે

  મળતી માહિતી મુજબ વલસાડમાં રહેતી કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના અગાઉના લગ્ન જીવનમાં થયેલા વિખવાદનો ફાયદો ઉઠાવી પરિણીતા પાસે લાખો રૂપિયા નવસારીના મૌલવીએ પડાવી લીધા હતા.યુવતીએ પોતાના રૂપિયા પરત માંગતા મૌલવીએ યુવતી અને તેની માતાને ધાકધમકી આપી માર મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ સમગ્ર મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહચ્યો હતો

   મૌલવીની માયાજાળમાં ફસાઈ રૂપિયા અને મોટી ભેટ સોગાદો ગુમાવી ભોગ બનેલી પરિણીતા જ્યારે પોતાના રૂપિયા પરત માંગવા ગઈ ત્યારે મૌલવી અને તેના સાગરીતોએ યુવતી અને તેની માતાને માર માર્યો હતો જેથી ગભરાયેલી યુવતી મૌલવી ને પોતાની ઉપર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી

  તમામ ઘટનાક્રમ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જ્યાં યુવતીએ મૌલવી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બીજી તરફ મૌલવીએ યુવતી પોતાને બદનામ કરી રહી હોવાંની સફાઈ આપી હતી.

 

(12:02 am IST)