Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

માતરના ઇન્દ્રવર્ણી નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી પાંચ શકુનિઓની ધરપકડ કરી

માતર: તાલુકાના ઈન્દ્રવર્ણા ગામની સીમમાં આવેલ નહેર નજીક લીંબાસી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ચાર જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. 

જેમાં રાજુભાઈ શંકરભાઈ ગોહેલ, રાજુભાઈ પ્રતાપભાઈ પરમાર, સુરેશભાઈ ગલાભાઈ પરમાર અને બહાદુરભાઈ મહોતભાઈ વાઘરી (તમામ રહે.ઈન્દ્રવર્ણા,તા.માતર) નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૬૩૦ તેમજ દાવ પરના રૂ.૧૨૦ મળી કુલ રૂ.૭૫૦ ની મત્તા મળી આવી હતી. જે પોલીસે કબજે કરી પકડાયેલા ચારેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:24 pm IST)