Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગરહવેલીને એક કરવા તૈયારી !!

દીવ-દમણના પ્રસાશક પ્રફુલ પટેલની રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત

વાપી :રાજ્યની સરહદે આવેલ ત્રણ સંઘ પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીને એક કરવા તૈયારી થઇ રહ્યાનું જણાવાઈ રહ્યું છે  દીવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે, જ્યારે દમણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલું છે અને દાદરા અને નગરહવેલી વાપી નજીક આવેલું છે. વહીવટી સરળતા અને પ્રસાશનીય સુવિધા માટે આગામી સમયમાં ગુજરાતને અડીને આવેલા તમામ સંઘપ્રદેશોને એક કરવાની કવાયત શરૂ થઈ હોવાનું મનાય છે
   મળતી વિગત મુજબ આગામી સમયમાં ગુજરાતને અડીને આવેલા તમામ સંઘ પ્રદેશો એક થઈ શકે છે. આ દિશામાં આયોજન થયાના હેવાલ છે,દીવ-દમણના પ્રસાશનક પ્રફુલ પટેલે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. હાલમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી અલગ પ્રદેશ છે અને બંનેને જુદા જુદા ભંડોળ આવે છે.
  આ બંને સંઘ પ્રદેશના વહીવટકર્તા રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ છે. ત્યારે તેમણે રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ સંઘ પ્રદેશોને એક કરવામાં આવે તો આ મોટો નિર્ણય થઈ શકે. આ બંને સંઘ પ્રદેશો પોર્ટૂગીઝ સાશન હતું. આ સંઘ પ્રદેશોની આઝાદી બાદથી દેશના ગૃહ મંત્રાલય દ્વારા સંઘ પ્રદેશોનું સાશન ચાલે છે. આ નિર્ણય લેવા ત્યારબાદ બંને સંઘ પ્રદેશોમાં કાયદાકીય ગુંચ છે. બંનેના કાયદા, ભૌગોલિક સ્થિતી અને વસતિ પણ અલગ છે.
દમણ-દીવણમાં બિન અનામત વર્ગ વસે છે જ્યારે દાદરા-નગર હવેલીમાં 40 ટકા આદિવાસી વસતિ છે. જો તમામ પ્રદેશોને એક કરવામાં આવે તો સરકારી નોકરીમાં પણ વધારે લોકોને સરકારી નોકરીનો લાભ મળી શકે છે

(8:33 pm IST)