Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વડોદરા નજીક આજોડમાં ઉતારાતો દારૂનો જથ્થો ઝડપી પોલીસે બે કારની અટકાયત કરી

વડોદરા: નજીક આજોડ ગામે ઉતારાતો દારૃનો નોટો જથ્થો તાલુકા પોલીસે ઝડપી પાડી બે કાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે ત્રણ વ્યક્તિ ફરાર થઇ ગઇ છે.

હોન્ડા સીટી કારમાં દારૃનો જથ્થો ભરી આ કાર આજોડથી પીલોલ ગામે સોખડા-આસોજ રોડ પરથી પસાર થવાની છે તેવી બાતમી તાલુકા પોલીસને મળતા સ્ટાફના માણસોએ ગઇ મોડી રાત્રે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી ડેકીમાં તપાસ કરતા દારૃની બોટલોનો જથ્થો મળ્યો હતો. પોલીસે કારના ચાલક જયપ્રકાશ સુરેશભાઇ મોરે (રહે.મંજુસર, જલારામવગો)ની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ કરતાં દારૃનો જથ્થો આજોડ ગામે ફતેસિંહ સોમાભાઇ મકવાણાના ખેતરમાં ઉતાર્યો  હોવાનું જણાવ્યું હતું.

(5:42 pm IST)
  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST

  • સૌરાષ્ટ્ર વેપારી મંડળનો ચાઈના સામે રોષ : ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી : મસૂદ માટે ચાઈના દ્વારા વિટો પાવરના ઉપયોગ બાદ દેશમાં વેપારીઓમાં ચાઈના સામે જોવા મળતો રોષ : 'વેપાર પછી પહેલા દેશ' સૂત્ર અપાયુ access_time 6:14 pm IST

  • બિટકોઈન કૌભાંડમાં વધુ બે આરોપીઓ અશોક કુંભાણી અને નિકુંજ સાવલીયાની ધરપકડ access_time 6:15 pm IST