Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગુજરાતને ૨૦થી વધુ બાબતોમાં કેન્દ્રનો અન્યાય, ચૂંટણી નજીક આવતા ભાજપને ખેડૂતો યાદ આવ્યા

અમદાવાદનું નામ કર્ણાવતી કેમ નહિ? દુષ્કાળમાં પૂરતી સહાય કેમ નહિ? ડો. મનીષ દોશીના સવાલો

અમદાવાદ તા.૧૪: લોકસભાની ગઇ ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાના સરકારી ખર્ચે પ્રજાના પરસેવાના નાણાથી ભાજપ દ્વારા ટેલીવિઝન, હોર્ડિંગ્સ અને અન્ય રીતે મોટા પાયે કરીને પ્રજાની લાગણી જીતી ગુજરાતમાંથી ૨૬ બેઠકો મેળવનાર ભાજપ સરકાર મોદી સરકારે ગુજરાતને કરેલા અન્યાયની પોલ ખોલતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની મોદીની સરકાર આવી છ ત્યારે ગુજરાતને અન્યાય નહીં રી એવા વારંવારના દાવા-જાહેરાતો પણ હકીકતમાં મોદી સરકારે ગુજરાતની જનતા સાથે રરથી વધુ મુદ્દાઓમાં અન્યાય-થપ્પડ મારી છે. મનની વાતમાં ચૂંટણી આવતા મોદીજીએ ખેડૂતો યાદ આવ્યા, ચૂંટણીના પ્રચારમાં ૨૦૧૪માં 'જય જવાન,જય કિસાન'ની વાત કરીને સત્તા મેળવનાર મોદી સરકારમાં પ વર્ષમાં સૌથી વધુ ખેડૂતોને આપઘાત કરવાની ફરજ પડી છે. સરહદો પર સૌથી વધુ સૈનિકો શહીદ થઇ રહ્યા છે. ત્યારે ચૂંટણી નજીક આવતા મનની વાત દ્વારા દેશની અને ગુજરાતની પ્રજા સાથે ફરી એકવાર છેતરપિંડી કરવા આગળ વધી રહેલ મોદી સરકાર અને ભાજપ દેશની અને ગુજરાતની જનતાને જવાબ આપે.

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા ડો મનીષ દોશી જણાવે છે કે, બાબતે કેનદ્ર સરકાર પાસે કોઇ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર આવી કોઇ દરખાસ્ત મોકલવા ગુજરાતની ભાજપ સરકારને કહ્યું નથી. ગુજરાત સરકારે કર્ણાવતીની કોઇ દરખાસ્ત બે વર્ષથી મોકલી નથી, અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઇ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઇ દરખાસ્ત મોકલી નથી, ૨૦૧૯ના ગુજરાતના ૫૧ તાલુકા અને ૩૨૯૧ ગામોમાં દૂષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પાસેથી રૂ. ૧૭૨૫ કરોડની સહાય માંગી હતી. તેમાં કેન્દ્રની મોદી સરકારે એકપણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે.

૨૦૧૭માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને પારાવાર નુકસાન થયું હતું. તે માટે ગુજરાતની રૂપાણી સરકારે રૂ. ૨૦૯૪.૯૨ કરોડની માંગણી કેન્દ્રની મોદી સરકાર સમક્ષ કરી હતી. જેમાં કોઇ રકમ આજ સુધી આપવામાં આવી નથી.

હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા મો મનમોહન સીંગની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભુલાઇ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઇ માંગણી પણ કરી નથી.

રાષ્ટ્રીય હિત માટે પોતાની જાતનું બલિદાન આપી દેનારા વ્યકિતને રાજ્ય સરકારે છેલ્લા ર વર્ષથ કોઇ પુરસ્કાર આપેલો નથી, ગુજરાતના ૧૧ મધ્યમ કક્ષાના અને ૨૦ નાના બંદરો પર સુરક્ષા અપુરતી હોવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને બે વર્ષમાં એકપણ રજૂઆત કે દરખાસ્ત કરીને સલામતી આપવાની માંગણી કરી નથી. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ માટેનું અનુદાન આપવા ૧૭ મે ૨૦૧૬માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઇ રકમ ૨૦૧૬માં ફાળવી શકાય તેમ નથી. ૨૦૧૩માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા બે વર્ષથી કોઇ રકમ આપી નથી. લઘુમતિઓના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઇ રકમ આપી નથી.

જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ભાજપની મોદી સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી. એ મોટો અન્યાય છે.

(10:27 am IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • વંશવાદી રાજનીતિનો આરોપ લાગતા રડી પડ્યા દેવગૌડા -પુત્ર અને પૌત્ર :ભાજપે ગણાવ્યું નાટક :પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા :આ વેળાએ તેના મોટા પુત્ર એચડી રેવનના અને પૌત્ર પ્રજ્વલ રેવનના રોઈ પડ્યા હતા જોકે ભાજપે આ નાટકબાજી ગણાવી હતી access_time 1:10 am IST

  • બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ : ધો.૧૦-૧૨ની ૪૭ કોરી ચાર્જશીટ ઝડપાઈ : વડોદરાના ગોત્રી પોલીસે ભુવનેશ પાઠકની કરી ધરપકડ : ૩ લેપટોપ, ૨ પ્રિન્ટર, ૪ મોબાઈલ જપ્ત access_time 5:50 pm IST