Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ડિજીટાઇઝીંગ કન્સ્ટ્રકશનના વિષય પર મહત્વનો વર્કશોપ

બાંધકામ ઉદ્યોગના આયોજન અંગે માહિતી અપાશે : સેપ્ટમાં ૧૪મીએ વર્કશોપ થશે : બાંધકામ ઉદ્યોગ ઝડપથી આગેકૂચ કરે છે, સુધારનો હજુય અવકાશ : ભાર્ગવ દવે

અમદાવાદ,તા. ૧૧ : અમદાવાદમાં કચેરી ધરાવતી ફિનલેન્ડ સ્થિત વિઝિલિન દ્વારા તા. ૧૪ જુલાઈ, ૨૦૧૮નાં રોજ સેપ્ટ યુનિવર્સિટીમાં 'ડિજીટાઈઝીંગ ધ કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રી વીથ લિન એન્ડ બિમ' વિષય પર એક દિવસનાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિઝિલિન એ વિશ્વની એકમાત્ર કલાઉડ આધારિત કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ સોલ્યુશન પુરું પાડે છે, કે જે 'લીન' ને 'બિમ' સાથે સંકલિત કરી બાંધકામ ઉદ્યોગનું ઝીણવટપૂર્વકની ચોકસાઈ સાથેનું આયોજન અને અમલીકરણ કરવામાં મદદ કરીને સરળ કાર્ય બનાવે છે. સેપ્ટ યુનિવર્સિટીમાં યોજાનારા વર્કશોપમાં બાંધકામ ઉદ્યોગના આયોજન અને અમલીકરણ અંગે મહત્વની જાણકારી અને માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા પૂરા પાડવામાં આવશે. ખૂબ જ ઉપયોગી વર્કશોપ અંગે વિઝિલિનનાં સીઈઓ ડો. ભાર્ગવ દવેએ જણાવ્યું હતું કે, ભારતમાં બાંધકામ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે અને તેમાં સુધારણાનો ઘણો મોટો અવકાશ છે. ભારતમાં મોટી બાંધકામ ઉદ્યોગની કંપનીઓ ગ્રાહકો અને સત્તાવાળાઓની માંગ પ્રમાણે લિન પ્રેકટીસીસ દ્વારા બિમનું અમલીકરણ કરતી થઈ છે. આ વર્કશોપમાં વિશ્વનાં ત્રણ જાણીતા સ્પીકર્સને સાંભળવાની તક મળશે. જેમાં યુએસએ અને યુરોપનાં કેસ સ્ટડીઝ સાથે મુખ્ય કન્સેપ્ટસથી ટોચના રીસર્ચ આઈડીયાઝ અને સફળતાપૂર્વકની અમલીકરણ પધ્ધતિઓને આવરી લેવામાં આવી હશે. તેમણે જણાવ્યું કે, 'લીન કન્સ્ટ્રકશન અને બિમ (બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડેલીંગ)નાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞોને વિઝિલિન આ વર્કશોપમાં લાવશે. છેલ્લા દસકામાં ભારતમાં જ્યારે બાંધકામ ઉદ્યોગ પૂરજોશમાં વૃધ્ધિ પામ્યો છે અને અપાર તકો ઉદભવી રહી છે, ત્યારે લીન અને બિમ ડિજીટલાઈઝેશન અંગે યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડશે. 'લીન' ફિલસૂફી મુખ્યત્વે જાપાનથી આવી છે, કે જ્યાં અતિ ઝીણવટપૂવર્ક ચોકસાઈથી કરકસરયુક્ત કાર ઉત્પાદન લીન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. લીન ફિલસૂફી બાંધકામ ઉદ્યોગ માટે પણ આવી જ રીતે લાગુ પડે છે, કે જેમાં લઘુત્તમ સંસાધનો અને ઓછામાં ઓછા બગાડ સાથે મહત્તમ મુલ્યવર્ધિતતા લાવવાની હોય છે. 'બિમ'ની વ્યાખ્યા ટેકનોલોજીઓ, પ્રક્રિયાઓ અને સાધનોને ડિજીટલ ડોક્યુમેન્ટેશન દ્વારા બિલ્ડીંગના કન્સેપ્ટથી લઈને હેન્ડઓવર તબક્કા સુધી સરળ કરવી એવી થાય છે. સેપ્ટ યુનિવર્સિટીનાં જીઆઈડીસી ભવનમાં સવારે ૧૦:૩૦ કલાકે આ વર્કશોપનો આરંભ થશે. આ વર્કશોપનાં મુખ્ય વકતાઓમાં વિઝિલિનનાં સીઈઓ ડો. ભાર્ગવ દવે, યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડનાં પ્રો. લોરી કોલકેલા, ઈઝરાયલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની ટેકનીયોનનાં પ્રો. રાફેલ સાકસ અને રોયલ હાસ્કોનિંગ ડીએચવીનાં ડાયરેક્ટર શ્રી જુગલ મકવાણાનો સમાવેશ થાય છે. નિષ્ણાત તજજ્ઞોના બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના મહત્વના સૂચનો અને જાણકારી -માર્ગદર્શન ભાવિ અમલીકરણ અંગે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

(8:18 pm IST)