Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી 162 કિગ્રા અખાદ્ય વસ્તુનો જથ્થો ઝડપ્યો

વડોદરાઃ શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે મંગળવારે વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. અને અખાદ્યય વસ્તુઓનો નાશ કર્યો હતો. ચેકિંગ દરમિયાન 360 લિટર પાણીપુરીના પાણીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય સમોસા, ભજીયા, ચટણી સહિતની વસ્તુઓ પણ ખાવાલાયક ન જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્ય વિભાગે જયરત્ન બિલ્ડિંગ, પ્રતાપનગર, બગીખાના, નહેરૂભવન, વારસીયા, જૂના આરટીઓ, ધોબીતળાવ, મોતીનગર, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં દરોડા પાડયા હતા. અને 89 જેટલી લારીઓનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન 360 લિટર પાણીપુરીનું પાણી, 20 કિગ્રા આઈસ્ક્રીમ અખાદ્યય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય સમોસા, ભજીયા, ચટણી, પ્રીપેડ ફુડ, વટાણા, પેટીસ, ફુડ સલાટ, શાકભાજી, મનચ્યુરન, દાબેલી-મસાલા સહિતની લગભગ 162 કિલોગ્રામ અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો

(6:11 pm IST)