Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ખેડા જીલ્લામાં મકાનની પાછળ ભોંયરું બનાવી સંતાડાયેલ 70 હજારનો વિદેશી દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો

ખેડા: જિલ્લામાં ચકલાસી પંથકના જુદા જુદા વિસ્તારોમાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સીલસીલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. હજુતો ગઇકાલે ઉત્તરસંડા ચોકડી પર આવેલ એક જય પાપડ ફેક્ટરી પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે બાદ આજરોજ ચકલાસી પોલીસે ભગુપુરા ગામે રહેતા બુટલેગરના ત્યાં રેડ કરતા ઘરના પાછળના ભાગે ભોયરૂ બનાવી સંતાડેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસે આ મામલે બુટલેગરની પત્નિની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 


ચકલાસી પોલીસ આજે બપોરના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક માહિતી મળી હતી કે ભગુપુરા ખાતે રહેતો વિદેશી દારૂનો બુટલેગર રાવજીભાઇ હરમાનભાઇ વાઘેલા ખાનગી રાહે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે તપાસ કરવા ચકલાસી પોલીસ તેના ઘરે પહોચી હતી. જ્યા પોલીસે તપાસ કરતા પહેલા તો પોલીસને કઇ મળ્યું ન હતુ. પરંતુ સચોટ માહિતીના આધારે તપાસ કરી રહેલી ચકલાસી પોલીસને ત્રણ થી ચાર કલાકની મહેનત બાદ ઘરની પાછળના ભાગે ખાડો ખોદતા એક ભોયરૂ મળી આવ્યું હતુ. જેમાં તપાસ કરતા જુદા જુદા બ્રાન્ડની ૮૭ નંગ વિદેશી દારૂની બોટલો રિ.રૂ.૪૭,૪૦૦ તથા બીયર ટીન નંગ ૨૨૮ કિંમત રૂ.૨૨૮૦૦ મળી કુલ રૂપીયા ૭૦,૨૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે બુટલેગરની પત્નિ સવિતાબેન રાવજીભાઇ વાઘેલાની અટકાયત કરી ફરાર થઈ ગયેલા બુટલેગર રાવજીભાઇ હરમાનભાઇ વાઘેલાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(6:03 pm IST)