Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૨૧ ગુજરાતી ASP બનાવાયાં પણ કામ DySPનું!

પ્રમોશનને નવ મહિના થયા છતાં સ્વતંત્ર જિલ્લાની જવાબદારી નહી ! રથયાત્રા પછીની બદલીઓમાં ઉધ્ધાર થશે?

અમદાવાદ તા. ૧૧ : ગત દિવાળી દરમિયાન ગૃહવિભાગે રાજયના ૨૧ ગુજરાતી DySPને ASP તરીકે પ્રમોશન આપ્યાં હતા. અમદાવાદ સાત ખ્ઘ્ભ્ સહિતના તમામ અધિકારીઓને ફરજના સ્થળે, પોસ્ટને અપગ્રેડ કરીને ASP (એડિશનલ એસ.પી.) તરીકે બઢતી આપવામાં આવી હતી. જો કે, પ્રમોશનને નવ મહીના વિતી ચૂકયાં છે. આ અધિકારીઓ ગુજરાત પોલીસ સર્વિસ (SPS)માંથી SP તરીકેના પગાર, ભથ્થાં મેળવે છે પણ કામ DySPનું જ કરવું પડે છે. આ ગુજરાતી અધિકારીઓને જિલ્લાની સ્વતંત્ર જવાબદારી નહીં સોંપી 'હોદ્દા'નો અન્યાય થઈ રહ્યાનો ગણગણાટ શરૂ થયો છે. જો કે, ગાંધીનગરમાં એવી ચર્ચા છે કે રથયાત્રા પછી ગુજરાત પોલીસ તંત્રમાં આવી રહેલી બદલીઓમાં ૨૧ ગુજરાતી ASPને થયેલો અન્યાય દુર થઈ શકે છે.

પ્રથમ વખત જ એવું બન્યું હતું કે, DySP તરીકે કામ કરતાં અધિકારીઓને SPના બદલે ASP (એડીશનલ સુપ્રિ. ઓફ પોલીસ એટલે કે અધિક પોલીસ અધિક્ષક) તરીકે પ્રમોશન અપાયાં હતા. સામાન્યતઃ IPS તરીકે રિક્રૂટ થતાં અધિકારી એક વર્ષ ASP તરીકે તાલીમ લે પછી SP તરીકે નિમણૂંક પામતાં હોય છે. ગુજરાત પોલીસ તંત્રમાં PI અને DySP તરીકે અનુભવ મેળવ્યા પછી પ્રમોશન મેળવનાર આ અધિકારીઓને ASP તરીકે વધુ સમય કામ કરવાનો વખત આવ્યો છે. GPSC પાસ કરી ટીડીઓ, મામલતદાર બનેલાં અધિકારીઓને ૨૦૧૬માં પ્રમોશન થઈ ગયાં પણ DySPના પ્રમોશન મોડાં આવ્યાં તેમાં પણ અન્યાય થઈ રહ્યો છે. આ અધિકારીઓને SPના પગાર ચૂકવાય છે પરંતુ કામગીરી તો DySPના જ લેવાય છે. આ ૨૧ ગુજરાતી ઓફિસર્સને IPS લોબીના અમુક અધિકારીના ઈશારે SP તરીકે સ્વતંત્ર જિલ્લાની જવાબદારી સોંપવામાં વિલંબ થઈ રહ્યાંની પણ ચર્ચા છે.

SRPમાં ૧૯ સહિત રાજ્યમાં SPની ૩૦થી વધુ જગ્યાઓ ખાલી

ગુજરાત પોલીસમાં 'અછત'નો દોર ખતમ થવાનું નામ લેતો નથી. ગાંધીનગરના જાણકાર સૂત્રોનકહેવું છે કે, રાજયમાં SP (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ)ની ૩૦થી વધુ જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના દરેક ગ્રુપના વડા SP કક્ષાના હોય છે, તે ૧૯ જગ્યાઓ ખાલી છે. એ જ રીતે ATSમાં ત્રણ SP, સાબરમતી જેલ સહિત જેલોમાં SPની જગ્યાઓ મળી કુલ ૩૦થી વધુ જગ્યા ભરવાની રહે છે. આમ, ૨૧ ASP (એડિશનલ એસ.પી.)ને સ્વતંત્ર કામગીરી આસાનીથી સોંપાઈ શકે તેમ છે.

અમદાવાદના સાત સહિત ૨૧ ASPને પ્રમોશન કયારે?

નામ

ફરજના સ્થળે જ બઢતી

૧ મનોહરસિંહ એન. જાડેજા

ASP, ધોળકા, અમદાવાદ ગ્રામ્ય

૨ તેજસકુમાર વી. પટેલ

ASP, દાહોદ.

૩ રાહુલ બી. પટેલ

ASP, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ.

૪ જયદિપસિંહ ડી. જાડેજા

ASP-ACB, ગાંધીનગર.

૫ એન્ડ્રુઝ મેકવાન

ASP, એન ડીવિઝન, અમદાવાદ.

૬ હિમાંશુ આઈ. સોલંકી

ASP, આઈ.બી., ગાંધીનગર.

૭ વિજય જે. પટેલ

ASP, ગાંધીનગર.

૮ ભગીરથસિંહ યુ. જાડેજા

ASP, મહુવા-ભાવનગર.

૯ રાજેશ એચ. ગઢીયા

ASP, એફ ડીવિઝન, અમદાવાદ.

૧૦ પન્ના એન. મોમાયા

ASP, મહિલા પોલીસ, અમદાવાદ

નામ

ફરજના સ્થળે જ બઢતી

૧૧ રવિરાજસિંહ જાડેજા

ASP, આઈ.બી. ગાંધીનગર

૧૨ ડો. હર્ષદકુમાર પટેલ

ASP, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ

૧૩ મુકેશકુમાર પટેલ

ASP, વ્યારા, તાપી.

૧૪ ચિંતન જે. તેરૈયા

ASP, કે ડીવિઝન, અમદાવાદ

૧૫ ભગીરથ ટી. ગઢવી

ASP, સ્પેશિયલ બ્રાન્ચ, સુરત

૧૬ ઉમેશકુમાર પટેલ

ASP, જામનગર શહેર.

૧૭ ડો. રાજદીપસિંહ ઝાલા

ASP, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ

૧૮ હરેશકુમાર દુધાત

ASP, વિસનગર-મહેસાણા.

૧૯ હર્ષદ બી મહેતા

ASP, રાજકોટ શહેર પશ્ચિમ

૨૦ કિશોર બળોલીયા

ASP, હાલોલ-પંચમહાલ.

૨૧ જયરાજસિંહ વી. વાળા

ASP, સિધ્ધપુર-પાટણ.

(10:15 am IST)