Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દાહોદના વરમખેડામાં ૨૦ રૂપિયાની નોટ ન આપનાર પાંચ વર્ષના બાળકની ધારિયાના ઘા ઝીંકી હત્યા

ફોટોઃ dahod ma 20 rs maate badak ni hatya

દાહોદઃ માણસ રૂપીયાની લાલચમાં ગમે તે કરી શકે છે. તે કોઈની હત્યા કરતા પણ અચકાતો નથી. આવો જ કિસ્સો દાહોદના વરમખેડા ખાતે બન્યો છે. કે જ્યાં માત્ર 20 રૂપિયા ની લાલચમાં એક માસૂમ બાળકની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ખેત મજૂરી કરતા લાલુભાઈ ગણાવાનો પુત્ર 20 રૂપિયા ની નોટ લઇને નજીકની દુકાનમાં બિસ્કિટ લેવા જઇ રહ્યો હોય છે. તે જ સમયે ગામનાં જ એક વ્યક્તિએ તેની પાસેથી આ 20 રૂપિયા ની નોટ લેવાની કોશિશ કરી હતી. જો કે બાળકે 20 રૂપિયા ની નોટ ન આપતા તે ઉશ્કેરાયો હતો અને તેને માથામાં ધારિયાના ઘા ઝીંકી બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે દાહોદ તાલુકાના વરમખેડા ગામમાં રહેતા લાલુ ભાઈ ગણાવા ખેત મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 5 વર્ષનો દિકરો અંકિત ગત 30 મેના રોજ 20 રૂપીયા લઈને નજીક મા આવેલી દુકાન પર બિસ્કિટ લેવા માટે જઈ રહ્યો હતો. ત્યારે ગામના જ અને કુટુંબી કીરણ ભાઈ ગણાવાએ બાળક પાસે રહેલી 20 રૂપીયાની નોટ લેવાની કોશીશ કરી હતી. પરંતુ બાળકે ન આપતા ઉશકેરાયેલા કિરણે બાળકના માથાના ભાગે ધારદાર ધારીયાના તિક્ષ્ણ ઘા મારી બાળકનું મોત નિપજાવ્યું હતું. જો કે ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં માતમ છવાય ગયો હતો. જો કે પરિવારજનોએ કિરણ ગણાવા વિરૂદ્ધો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(6:22 pm IST)
  • જમ્મુ કશ્મીરઃ શોપીયામાં આતંકીઓએ ગ્રેનેડ ફેકી પોલીસ પર કર્યો હુમલો છેલ્લા ૪ દિવસમાં ૧૦ ગ્રેનેડ હુમલામાં ૧ મહિલાનું મોત ૫ લોકો ઘાયલ access_time 3:56 pm IST

  • વડોદરા કોર્પોરેશ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી શરૂ : હરણી વારશિયા રીંગરોડ પરના સવાદ ખાતે દબાણ દુર કરાયાઃ ૧૩.૫ મીટરની એક લાઇન ખુલ્લી કરવા માટે ૧૧૦ દબાણો તોડી પડાયા access_time 3:56 pm IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST