Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

નડિયાદ નજીક કમળા જીઆઈડીસીના ગોડાઉનમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ:પાસેના કમળા જીઆઈડીસીના ગોડાઉનમાંથી પોલીસે વિદેશી દારૃ કબ્જે કર્યો છે. સાવરણીના ગોડાઉનની આડમાં વિદેશી દારૃ છુપાઈ વેચાણ કરતો હોવાનું પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પોલીસે બે વાહનો સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા. જ્યારે એક બુટલેગર ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. નડિયાદ શહેરના કમળા ગામની સીમમાં જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસીમાં મહેશ સાવરણી વાળાના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં દારૃનો જથથો ઉતર્યો હોવાની બાતમી નડિયાદ રૃરલ પોલીસને મળી હતી. આથી પોલીસે રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ ઉપરોક્ત ગોડાઉનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી સાવરણીના ગોડાઉનની આડમાં છુપાવેલો વિદેશી દારૃ બોટલ નંગ ૩૯ તથા બે એક્ટીવા નં.ન.જી.જે.૭ સી.જી.૪૫૬૩ અને જી.જે.૭ સી.સી.૬૪૩૬ની ડીકીમાંથી જુદી જુદી બોટલ નંગ ૪ મળી આવી હતી.
 

(5:25 pm IST)