Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

લગ્નની ૪થી રાત્રે છુટાછેડા માગ્યા !! હોટલમાંથી પતિએ રંગેહાથ પકડી! કોર્ટે ખાધાખોરાકી આપવા ઇન્કાર કર્યો સુરેન્દ્રનગરની યુવતીનો પીછો પકડી હોટલમાં જઇ ઝડપી

અમદાવાદ, તા.૧૬: લગ્નની ચોથી રાતે જ પત્નીએ પતિને કહ્યું કે મારે છુટા છેડા જોઇએ છે. પત્નીની આ વાત સાંભળીને શંકા જતા પતિએ પત્ની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ૪ મહિના બાદ પ્રેમી સાથે એકિટવા ઉપર જઇ રહેલી પત્નીને કપડા પરથી ઓળખી ગયેલો પતિ બંનેનો પીછો કરીને હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો. પતિએ પત્ની અને તેના પ્રેમી વિરુદ્ઘ વ્યભિચારનો ગુનો નોંધ્યો. જયારે સામે પત્નીએ પિયર જઇને કોર્ટમાં શારીરિક-માનસિક ત્રાસ અને ખાધાખોરાકી માટે કેસ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવા તપાસ્યા બાદ પત્નીના ત્રાસ અને ખાધા ખોરાકીની અરજી નામંજૂર કરી દીધી હતી.

વસ્ત્રાપુરમાં રહેતા રાહુલના લગ્ન ૨૪ જૂન ૨૦૧૬ એ સુરેન્દ્રનગરની પલક સાથે થયા હતા. પરંતુ લગ્નની ચોથી રાતે જ પલકે રાહુલને છૂટાછેડાની વાત કરી હતી. તેમ છતાં રાહુલે ત્યારે તે વાતની ગંભીરતા લીધી ન હતી. જયારે પલકને ફેશન ડિઝાઈનિંંગનો કોર્સ કરવાનો હોવાથી ખોખરાની કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. ૨૫ ઓકટોબર ૨૦૧૬હ્ય્ રાહુલે બે યુવાનોની પાછળ એકિટવા ઉપર બેસીને જતી એક યુવતીને જોતા કપડા પરથી તે પલક જેવી લાગી હતી. જેથી રાહુલ તેમની પાછળ ગયો હતો અને બાપુનગરની હોટલ અતિથી પેલેસના રૂમમાંથી પલકને તેના પ્રેમી પ્રકાશ સાથે રંગરેલીયા મનાવતા ઝડપી લીધા હતા. આ અંગે રાહુલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ અને પલક વિરુદ્ઘ વ્યાભિચારની ફરિયાદ નોંધાવી હતી.

તે દિવસથી જ રાહુલે પલકને પિયર મોકલી દીધી હતી. (પતિ -પત્નીના નામ બદલેલ છે)

પ્રકાશ અને પલક ૨૫ ઓકટોબરે પ્રકાશની બર્થ ડે પાર્ટી મનાવવા હોટલમાં ગયા હોવાની કબુલાત કરી હતી. પરંતુ બર્થ ડે પાર્ટીને લગતા કોઇ પુરાવા મળ્યા ન હતા. જયારે પ્રકાશ તેના દ્યરેથી ૧૭૦ કિલોમીટર દૂર અમદાવાદની હોટલમાં રૂમમાંથી પલક સાથે પકડાયો હોવાના પૂરતા પૂરાવા મળ્યા હતા. જેથી પલક સામેનો વ્યાભિચારનો આક્ષેપ પૂરવાર થતા પલક ખાધા ખોરાકી મેળવવા હકકદાર ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

પલકે રાહુલ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ઘ કોર્ટમાં શારીરિક - માનસિક ત્રાસ અને ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જેમાં કોર્ટે નોંધ્યુ કે પલકને તેના સાસરી પક્ષના સભ્યો શારીરિક ત્રાસ આપતા હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. તેમજ સાસરીયાઓએ માર માર્યો હોવાથી પલકને સારવાર લેવી પડી હોય તેવા પણ કોઇ પુરાવા મળ્યા નથી.

૨૪ ઓકટોબરથી પલકની કોલેજમાં દિવાળીનું વેકેશન પડ્યુ હતુ. તેમ છતાં ૨૫જ્રાકહ્ય્ પલક કોલેજ ગઈ હતી. ૩ કલાક પછી હું કોલેજ પાસેથી નીકળ્યો ત્યારે મેં જોયું તો કોલેજ તો બંધ હતી. જયારે કોલેજથી થોડે દૂર મેં પલકને ૨ યુવાનોની પાછળ એકટીવા ઉપર જતી જોઇ.

(3:55 pm IST)