Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

મોઢું મીઠું કરો ભાઇઓ

ભાજપએ એના જીતેલા ૯૯ વિધાનસભ્યોનાં મોઢાં મીઠાં કરાવવા માટે કુલ ૯૯ કેક બનાવડાવી છે જે આજે સવારે સૌકોઇના ઘરે પહોંચતી થઇ જશે. બે કિલોની એક એવી આ કેક પર 'હું છું વિકાસ, હું છું ગુજરાત' લખ્યું છે તો એના પર ભાજપના કમળનું નિશાન પણ બનાવવામાં આવ્યું છે. બીજેપીએ આ પ્રકારે પહેલી વખત પોતાના જીતેલા સભ્યોના ઘરે મીઠાઇ મોકલવાનું કામ કર્યું છે. આ અગાઉ કયારેય આ રીતે એણે વિધાનસભ્યોને ત્યાં કોઇ મીઠાઇ મોકલી નથી. આ વિચાર મૂળ તો અમિત શાહનો હતો અને તેમના કહેવાથી ગુજરાત ભાજપ દ્વારા આ કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને રાતે જ એની ડિલિવરી પણ કરી દેવામાં આવી જેથી સવાર પડતાં વિધાનસભ્યોના ઘરે પહોંચી જાય.

(11:35 am IST)