Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વિધાનસભામાં ૪૧ યુવા, જ્યારે નિવૃત્તિ વય વટાવેલા ૪૦ ધારાસભ્યો

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત વિધાનસભામાં આ વખતે ૨૧ ધારાસભ્યો એવા છે કે જેઓ ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવે છે. જયારે ૧૨૧ ધારાસભ્યોની ઉંમર ૪૧થી લઈને ૬૦ વર્ષ સુધીની છે. જયારે ૪૦ ધારાસભ્યો એવા છે કે જેઓ નિવૃત્ત્િ। વય એટલે કે ૬૦ વર્ષની વય વટાવી ચુકેલા છે. આમ, વિધાનસભામાં યુવા ધારાસભ્યો કરતા નિવૃત્ત ઉંમર વટાવી ચુકેલા ધારાસભ્યોની ઉંમર વધુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૩૫ વર્ષની વય ધરાવતા ધારાસભ્યોની સંખ્યા માત્ર ૫ જ છે. જયારે ૩૬થી ૪૫ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ધારાસભ્યોની સંખ્યા ૩૬ જેટલી થવા જાય છે. આમ, ૪૫ વર્ષ સુધીના ધારાસભ્યો ૪૧ જેટલી છે.

જયારે ૪૫થી ૫૫ વર્ષની વય ધરાવતા ધારાસભ્યોની સંખ્યા ૬૧ અને ૫૬થી ૬૫ વર્ષની વય ધરાવતા ધારાસભ્યો ૫૮ છે. ૬૬ વર્ષ કરતા વધુ વય ધરાવતા ધારાસભ્યોની સંખ્યા ૨૨ જેટલી છે. આમ, યુવા ધારાસભ્યો કરતા પીઢ ધારાસભ્યોની સંખ્યા આ વખતે વધુ જોવા મળી રહી છે.

સૌથી વધુ વય ધરાવતા ધારાસભ્યો

ધારાસભ્ય

બેઠક

ઉંમર

સોમાભાઈ પટેલ

લિમડી

૭૭

નિરંજન પટેલ

પેટલાદ

૭૪

વલ્લભ કાકડીયા

ઠક્કરબાપાનગર

૭૩

ધારાસભ્યોની ઉંમરની વિગત

ઉંમર

ભાજપ

કોંગ્રેસ

૨૫-૩૫

૩૬-૪૫

૧૨

૨૧

૪૬-૫૫

૩૨

૨૮

૫૬-૬૫

૩૮

૧૯

૬૬-૭૫

૧૩

૭૫+

(10:34 am IST)