Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ગુજરાત વિધાનસભામાં એકસાથે જોવા મળશે પિતા-પુત્ર..! ગુમનામીમાં રહીને બન્યા આ નેતા સ્ટાર...

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનું નામ છવાઇ રહ્યું, પરંતુ એક નેતા એવા પણ છે જે ગુમનામીમાં રહીને ચૂંટણીમાં સ્ટાર સાબિત થયા. આ નેતાનું નામ છે છોટુભાઇ વસાવા.

વિધાનસભાની ચૂંટણીને લઇને ચોંકાવનારી બાબત એ છે કે આદિવાસી નેતા છોટુભાઇ વસાવાની નવી પાર્ટી ભારતીય ટ્રાઇબલ પક્ષે બે બેઠક પર જીત મેળવી છે. જેમાં ઝગડિયાથી છોટુભાઇ વસાવા અને ડેડીયાપાડા બેઠક પરથી મહેશભાઇ વસાવાએ જીત મેળવી છે. મહેશ વસાવા છોટુભાઇ વસાવાના દિકરા છે.

છોટુ વસાવા આ ચૂંટણીના સ્ટાર એટલા માટે ગણી શકાય કે તેમણે ચૂંટણીના એક અઠવાડિયા અગાઉ જ નવો પક્ષો બનાવ્યો અને બંને બેઠક પર જીત મેળવી. તમને જણાવી દઇએ કે છોટુભાઇ વસાવા આદિવાસીઓના ફાયર બ્રાન્ડ નેતા કહેવામાં આવે છે. પોતાનો પક્ષ બનાવ્યો તે પહેલા તે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં હતા.

છોટુભાઇ વસાવા તે સમયે પ્રકાશમાં આવ્યા હતા જયારે તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે રાજયસભામાં અહેમદ પટેલને મત આપવાના કારણે અમિત શાહ અને ગુજરાત સરકાર મારી હત્યા કરાવી શકે છે.

(9:21 am IST)