Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની એન્ટ્રી :સોમવારે સુરત અને રાજકોટમાં જનસભા ગજવશે

રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે

અમદાવાદ :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ત્યારે આવતીકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રિઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે.સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.

 

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

 

(11:02 pm IST)