Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ચંદનજી ઠાકોરની વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા: કહ્યું કે આ વીડિયો જૂનો: ભાજપે એડિટિંગ કરીને વાયરલ કર્યો

 તેમણે કહ્યું કે- આવી સભા હાલમાં થઈ જ નથી:ભાજપ જૂના વીડિયો વાયરલ કરીને ભાજપ કોમવાદ અને જાતિવાદનું કામ કરે છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર વિવાદમાં ફસાયા છે, પાટણની સિદ્ધપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ વીડિયો જૂનો છે.. ભાજપે એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે- સીએમ કક્ષાએથી આ પ્રકારના જૂના વીડિયો વાયરલ કરીને ભાજપ કોમવાદ અને જાતિવાદનું કામ કરે છે.. તેમણે કહ્યું કે- આવી સભા હાલમાં થઈ જ નથી. સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી આવા વીડિયો વાયરલ કરીને ચૂંટણી સમયે હિન્દુ-મુસ્લિમ કરીને મત ભેગા કરવા માગે છે.

(7:47 pm IST)