Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

પહેલા સિનિયર સિટીઝન, પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે

 2 હજાર 261 સિનિયર સિટીઝને ઘરે બેસીને મતદાન કરવા અરજી કરેલી છે. જેના માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે તે પહેલા સિનિયર સિટીઝન, પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 2 હજાર 261 સિનિયર સિટીઝને ઘરે બેસીને મતદાન કરવા અરજી કરેલી છે. જેના માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    અમદાવાદ શહેર અને જિલ્લામાં 80થી વધુ વયના 1 લાખ 30 હજાર 893 મતદારો છે. 80થી 89 વર્ષ વય જૂથના 1 લાખ 10 હજાર 949 મતદારો છે.. 90થી 99ની વય જૂથના 18 હજાર 444 અને 100થી વધુ વય જૂથના 1500 મતદારોનો સમાવેશ થાય છે. 100થી વધુ વય જૂથના સૌથી વધુ 218 મતદારો એલિસબ્રિજ બેઠક પર છે. જ્યારે સૌથી ઓછા 36 મતદારો નિકોલ વિધાનસભા વિસ્તારમાં છે.

(7:13 pm IST)