Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

‘આપણને મુસ્લિમો જ બચાવશે’ સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવારનાવિવાદી નિવેદનથી ભડકો :ભાજપે તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો

કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક સભામાં કહી રહ્યા છે કે માત્ર મુસ્લિમોને કોંગ્રેસ જ બચાવી શકે છે અને ભાજપ સરકારે તમારી (મુસ્લિમ) ત્રણ તલાક અને હજ સબસિડીને બંધ કરી દીધી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વોટિંગના કેટલાક દિવસ પહેલા કરવામાં આવતા નિવેદનને લઇને સાંપ્રદાયિકતાનો ડર વધી ગયો છે. કોંગ્રેસના ઉમેદવારે મુસ્લિમોને લઇને આપેલુ નિવેદન અને પછી ભાજપનો જવાબથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક જનસભામાં કહી રહ્યા છે કે માત્ર મુસ્લિમોને કોંગ્રેસ જ બચાવી શકે છે અને ભાજપ સરકારે તમારી (મુસ્લિમ) ત્રણ તલાક અને હજ સબસિડીને બંધ કરી દીધી છે. જવાબમાં ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસનું નવુ નામકરણ કરી દીધુ છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.

ભાજપે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરના નિવેદન પર કોંગ્રેસની ટિકા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ટ્વીટ કરતા કહ્યુ,શરમજનક શબ્દો!, હારના ડરથી કોંગ્રેસ ફરીથી લઘુમતી તુષ્ટિકરણનો આશરો લે છે પરંતુ કોંગ્રેસે જાણવું જોઇએ કે કોંગ્રેસ પાર્ટીને હારમાંથી કોઇ બચાવી શકશે નહીં!.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પાર્ટી પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતા ટ્વિટર પર લખ્યુ,“ખુલ્લી રીતે મુસ્લિમ તુષ્ટીકરણ! આ કોઇ સંયોગ નથી. પહેલા કેટલાક કોંગ્રેસ નેતાઓ દ્વારા હિન્દૂ આસ્થાને ગાળ આપવામાં આવી અને હવે તુષ્ટિકરણનો ભાઇજાન બનવાની રેસ. INC= આઇ નીડ કમ્યુનલિજ્મ (મને સાંપ્રદાયિકતા જોઇએ).

એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યુ,કોંગ્રેસના સિદ્ધપુરના ઉમેદવાર ચંદનજી ઠાકોર કહી રહ્યા છે, માત્ર મુસલમાન જ કોંગ્રેસને બચાવી શકે છે. ભાજપ સરકારે તમારી ત્રણ તલાક અને હજ સબસિડીને બંધ કરી દીધી છે.

1 ડિસેમ્બરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે એક રેલીમાં કહ્યુ, “તેમણે આખા દેશને ખાડામાં ધકેલી દીધો છે અને જો કોઇ છે જે દેશને બચાવી શકે છે તો તે છે મુસ્લિમ સમાજ. જો કોઇ કોંગ્રેસ પાર્ટીને બચાવી શકે છે તો તે મુસ્લિમ સમાજ છે.”

ચંદનજી ઠાકોરે કહ્યુ, હું તેનું માત્ર એક ઉદાહરણ શેર કરીશ. NRCના મુદ્દા પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર ઉતર્યા હતા. મુસ્લિમો માટે કોઇ બીજી પાર્ટી ઉભી થઇ નહતી. આ એકમાત્ર પાર્ટી છે જે આખા દેશમાં તમારી રક્ષા કરી રહી છે.

કેટલાક મુદ્દાને ઉઠાવતા અને સત્તા પર રહેલી ભાજપ પર નિશાન સાધતા ચંદનજી ઠાકોરે કહ્યુ, આ ભાજપે તમારા કેટલાક પહેલુઓથી પરેશાન કરવાનો પ્રયાસ કર્યો. ત્રણ તલાક મુદ્દે તે સુપ્રીમ કોર્ટ ગયા અને કાયદો લાવ્યા. હજ પર જવા માટે કોંગ્રેસે તમને સબસિડી આપી પરંતુ ભાજપે પોતાની ખોટી નીતિઓને કારણે તેને પણ ખતમ કરી નાખી, તેમણે તમારા નાના વેપાર માટે તમને મળતી સબસિડીને પણ ખતમ કરી નાખી, જેથી ભવિષ્યમાં તે ફરી પોતાની બાહુબલની રાજનીતિના સહારો ના લે, પરિસ્થિતિ તમારી સામે છે..અમે તમારી રક્ષા કરીશુ.

(5:12 pm IST)