Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા મધ્ય પ્રદેશના મંત્રીની કારને ડીસા નજીક ટ્રકે ટક્કર મારતા અકસ્માત

ડીસાના ભીલડી નજીક મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગને અકસ્માત નડ્યો : મંત્રીને નાની મોટી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા રાષ્ટ્રીય નેતાઓ હાલમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપના પ્રચાર માટે મધ્ય પ્રદેશથી પણ નેતાઓ આવ્યા છે. જેમાં  વિશ્વાસ સારંગનો પણ સમાવેશ થાય છે. આજે ડીસાના ભીલડી નજીક મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગને અકસ્માત નડ્યો હતો. કાંકરેજ ખાતે ભાજપ કાર્યકર્તાઓની બેઠક પુરી કરી પરત ડીસા તરફ ફરતા ભીલડી નજીક મંત્રી વિશ્વાસ સારંગને અકસ્માત નડ્યો હતો. મંત્રીની કારને સામેથી રોન્ગ સાઇડ આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન મંત્રીને નાના મોટી ઇજાઓ પહોંચતા સરવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

(12:30 am IST)