Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

જિગ્નેશ મેવાણીએ ધમકી ભર્યા મેસેજ કર્યાનો AIMIMના ઉમેદવારનો આક્ષેપ

 વડગામના AIMIMના ઉમેદવાર કલ્પેશ સુંઢીયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાણી પર આક્ષેપ લગાવ્યા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે વડગામના AIMIMના ઉમેદવાર કલ્પેશ સુંઢીયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાણી પર આક્ષેપ લગાવ્યા છે. જિગ્નેશ મેવાણી દ્વારા ધમકી ભર્યા મેસેજ આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા રૂપિયાની લાલચ આપી હોવાના પણ આક્ષેપ થયા છે. મિટિંગના બહાને બોલાવીને માનસિક હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

(10:22 pm IST)