Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો : છેલ્લા 18 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 3,112 કેસ નોંધાયા

કમોસમી વરસાદ બાદ ઋતુ બેવડાતા વાયરલ તાવ અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો

 

અમદાવાદ : કોરોના બાદ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસો હવે ધીમે ધીમે ઘટી રહ્યાં છે. અમદાવાદમાં ઋતુગત બીમારીના કેસોમાં નજીવો સુધારો થયો છે. છેલ્લા 18 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 3 હજાર 112 કેસ નોંધાયા છે.

આ પહેલા અમદાવાદમાં નવેમ્બરમાં ડેન્ગ્યુના 139 કેસ નોંધાયા હતાં. ત્યારે હવે અમદાવાદમાં નવેમ્બરમાં ચિકનગુનિયાના 113 કેસ મેલેરિયાના 16 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલમાં કોવિડના 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે . શહેરની સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસના દર્દીઓમાં વધારો થયો છે.બદલાતા જતા વાતાવરણ વચ્ચે કોરોનાના કેસો તો વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પીટલમાં ઋતુગત બીમારીએ માથું ઊંચક્યું છે.જેના સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલની કેસ બારી દર્દીઓ થી ઉભરાઈ છે. છેલ્લા 18 દિવસમાં બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન ના કેસ વધારે પ્રમાણમાં સામે આવ્યા છે.

(12:44 am IST)