Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જીતનગર ખાતે નિરામય દિવસની ઉજવણી અંતર્ગત યોજયો કેમ્પ : પોલીસ પરિવારના ૨૪૭ લાભાર્થીએ લાભ લીધો

કેમ્પમા ડાયાબિટીસ ૧૧ હાયપરટેન્શન ૧૦,એનેમિયા ૦૫ , કેલ્શિયમની ઉણપ ૦૩ , કિગ્ની રોગ ૦૧ ના નવા દર્દીઓ નોંધાયા જયારે ઓરલ કેન્સર , બ્રેસ્ટ કેન્સર , સર્વાઇકલ કેન્સર ના એક પણ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા ન હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જીતનગર ખાતે તા.૧૯-૧૧-૨૦૨૧ના રોજ પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ , આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલ રાજપીપલાના સહયોગથી પોલીસ તાલીમ કેન્દ્ર , જીતનગર ખાતે પોલીસ સ્ટાફ તેમજ તેમના પરીવાર માટે નિરામય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ .

આ પ્રસંગે ડૉ.વિપુલ ગામીત , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ “ નિરામય ગુજરાત ” અભિયાન વિશે વિસ્તારમાં ચર્ચા કરી હતી ત્યારબાદ ડૉ જ્યોતિ ગુપ્તા , મુખ્ય જિલ્લા તબીબી તબીબી અધિકારીએ “ નિરામય ગુજરાત " અંતર્ગત મળનાર સેવાઓ વિશે માહિતી આપી હતી . તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચેતના  ચૌધરીએ  “ નિરામય ગુજરાત " અભિયાન અંતર્ગત પોલીસ વિભાગ અને પોલીસ પરિવાર માટે કેમ્પનું આયોજન કરવા બદલ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો,આ કેમ્પમાં વિવિધ સ્પેશ્યાલીસ્ટ , મેડીકલ ઓફીસર તેમજ પેરામેડીકલ સ્ટાફ હાજર રહયા હતા તેમજ “ નિરામય દિવસ " કેમ્પમાં સેવા આપવામાં આવી હતી . નિરામય કેમ્પ અંતર્ગત પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવાર ના સભ્યો મળી કુલ ૨૪૭ લાભાર્થીએ આ કેમ્પનો લાભ લીધો હતો . જેમાં તેમને સ્થળ પર દવા અને માર્ગદર્શન આપવામા આવેલ . આ કેમ્પમા ડાયાબિટીસ ૧૧ , હાયપરટેન્શન ૧૦ , એનેમિયા ૦૫ , કેલ્શિયમની ઉણપ ૦૩ , કિડની રોગ ૦૧ ના નવા દર્દીઓ નોંધાયા હતા જયારે ઓરલ કેન્સર , બ્રેસ્ટ કેન્સર , સર્વાઇકલ કેન્સર ના એક પણ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા ન હતા.

(10:17 pm IST)