Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથીનાં હસ્તે ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામે ખુલ્લો મુકાયેલો “સેવા-સેતૂ” કાર્યક્રમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નોના ઉકેલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય  તેવા ઉમદા હેતુસર રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત” નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલ ખાતે ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી. ભારથી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, ગરૂડેશ્વર તાલુકાના મામલતદાર મિતેશભાઇ પરીખ, તાલુકા વિકાસ અધિકારી  આર.એન. રાઠવા, ગામના સરપંચ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં “સેવા-સેતૂ” કાર્યક્રમને દિવપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. શ્રીમતી ભારથીએ સેવા-સેતૂના માધ્યમ થકી સરકારની લોક કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારીથી પોતે અને અન્યોમાં જાગૃત્તિ કેળવી મહત્તમ લાભો સાથે પોતે સ્વનિર્ભર બનવાની સાથે જે તે ગામ-વિસ્તારના લોકોને સ્વનિર્ભર બનાવવા માટેની દિશાના પ્રયાસો કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ અગાઉ બોરીયા ખાતે યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલ્સની પણ મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

(10:15 pm IST)