Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વડોદરા:મોડીરાત્રે બાઈક લઈને જતા શ્રમજીવીની પાછળ શ્વાન દોડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વડોદરા: મોડીરાતે  બાઇક લઇને જતા શ્રમજીવીની પાછળ કૂતરૃં દોડતા તેણે  બેલેન્સ ગુમાવતા રોડની સાઇડ પર ઉભેલા ટ્રેલરમાં પાછળ ધડાકાભેર અથડાયો હતો.બાઇકચાલકને  માથામાં ગંભીર ઇજા થઇ હતી.ત્રણ દિવસની સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,માંજલપુર અલવાનાકા વિસ્તારમાં રહેતો  ગોવિંદ ખુમાનસહિં પઢિયાર ગત તા.૧૫ મી એ બાઇક લઇને  જતો હતો.રાતે અગિયાર વાગ્યે તે જી.આઇ.ડી.સી.રોડ પરથી બાઇક લઇને પસાર થતો હતો.તે દરમિયાન રસ્તામાં કૂતરૃં આવી જતા તેણે બેલેન્સ ગુમાવ્યું હતું.અને રોડની સાઇડ પર પાર્ક કરેલા ટ્રેલરમાં પાછળથી તે ધડાકાભેર અથડાયો હતો.અકસ્માતમાં ગોવિંદ પઢિયારને માથામાં ,ડાબી આંખ અને જમણા કાન પર  ગંભીર ઇજા થતા તેણે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન ગત મોડીરાતે તેનું મોત થયું હતું.જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:12 pm IST)