Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સુરતના મહિધરપુરામાં રીક્ષા ચાલકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી તરછોડી દેનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકની 17 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેનાર પૂર્વ પડોશી વિરૂધ્ધ પોલીસે દુષ્કર્મની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મહિધરપુરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકની ધો. 8 સુધીનો અભ્યાસ કરનાર પુત્રી ઝરીના (ઉ.વ. 17 નામ બદલ્યું છે) નું પેટ છેલ્લા કેટલાક દિવસથી મોટું થઇ રહ્યું હોવાથી માતા ગત રોજ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જયાં ઝરીનાને 8 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળતા માતા-પિતાએ ઝરીનાની પૂછપરછ કરી હતી. જેમાં અગાઉ પડોશમાં રહેતા મોહમંદ સૈફ સલીમ રૂમાલવાલા સાથે પ્રેમસંબંધ હોવાનું અને તેના થકી ગર્ભવતી બન્યાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોહમદ સૈફ અને ઝરીના વચ્ચેના પ્રેમસંબંધની અગાઉ તેના માતા-પિતાને જાણ થઇ હતી. પરંતુ મોહમંદ સૈફ ભાડાનું ઘર ખાલી કરી સલાબતપુરના મૃગવાનના ટેકરા વિસ્તારમાં નુરાની એપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યો જતા ઝરીનાને મળવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ ઝરીનાને પેટની બિમારી હોવાથી પેટ મોટું થઇ રહ્યાની શંકા હતી. પરંતુ ગત રોજ તબીબી પરીક્ષમાં ભાંડો ફૂટયો હતો. જેને પગલે ઝરીનાના પિતાએ મોહમંદ સૈફ વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. 

(5:09 pm IST)